હોમ પેજ / રેસિપી / ચીલી ગાર્લિક પોટેટો

Photo of Chilli garlic potato by Harsha Israni at BetterButter
650
9
0.0(0)
0

ચીલી ગાર્લિક પોટેટો

Jan-04-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીલી ગાર્લિક પોટેટો રેસીપી વિશે

આ ડીશમાં બટાકાને લાંબા સમારીને મેદા-કોર્નફલોરના ખીરામાં બોળીને ડીપ ફ્રાય કરીને સોસમાં મીકસ કરીને સર્વ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪ નંગ બટાકા
  2. ખીરુ બનાવવા માટે-
  3. ૪ ટેબલસ્પૂન કોર્ન ફલોર
  4. ૪ ટેબલસ્પૂન મેંદો
  5. ૧/૪ ટી-સ્પૂન બેકિંગ પાવડર
  6. ૧/૪ ટી-સ્પૂન ઓરેગાનો
  7. ૧/૪ ટી-સ્પૂન ચીલી ફલેક્સ
  8. મીઠુ (સ્વાદ અનુસાર)
  9. ચપટી લાલ /ઓરેન્જ ખાવાનો રંગ
  10. સોસ બનાવવા માટે-
  11. ૨ ટેબલસ્પૂન ચીલી સોસ
  12. ૨ ટેબલસ્પૂન ટામેટા સોસ
  13. ૧ ટેબલસ્પૂન સેઝવાન ચટની/સોસ
  14. ૧/૨ ટી-સપૂન લસણ (ઝીણુસમારેલુ)
  15. ૨ ટી-સ્પૂન મધ
  16. ૧ ટી-સ્પૂન કોર્ન ફલોર (૪ ટી-સ્પૂન પાણીમાં પલાળેલુ)
  17. ૧/૪ ટી-સ્પૂન ઓરેગાનો
  18. ૨ ટેબલસ્પૂન લીલી ડુંગળી (ઝીણી સમારેલી)
  19. સજાવવા માટે -
  20. ચીઝ કયુબ (છીણેલુ)
  21. લીલી ડુંગળી (ઝીણી સમારેલી)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટાકાને છોલી, ધોઈને લાંબા સમારી લો.
  2. એક બાઉલમાં કોર્નફલોર,મેંદો,બેકિંગ પાવડર, ઓરેન્જ ખાવાનો રંગ,મીઠુ,ચીલી ફલેકસ,ઓરૈગાનો અને થોડુ પાણી ઉમેરી ભજીયા જેવુ ખીરુ તૈયાર કરો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરો.તૈયાર કરેલા ખીરામાંથી લાંબા સમારેલા બટાકા બોળીને ગરમ તેલમાં પહેલા તેજ ગેસ પર પછી ધીમી આંચે સોનેરી રંગના તળી (ફ્રાય કરી) લો.
  4. એક કઢાઈમાં તેલ લઈ તેમાં લસણ અને લીલી ડુંગળી ઉમેરી સાંતળો.પછી ગેસ બંધ કરીને ટામેટા સોસ,ચીલી સોસ,સેઝવાન સોસ,મધ,કોર્ન ફલોર (પાણીમાં પલાળેલું) ઉમેરી મીકસ કરો.સોસ તૈયાર છે.
  5. પીરસતી વખતે તૈયાર કરેલા સોસમાં તળેલા બટાકાની ચીપ્સ નાખી ગેસ ચાલુ કરી મીકસ કરી લો.ગેસ બંધ કરી ડીશમા કાઢી લો.
  6. તૈયાર છે ચીલી ગાર્લિક પોટેટો ચીઝ અને લીલી ડુંગળીથી સજાવીને ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર