હોમ પેજ / રેસિપી / #એરફ્રાયર દમ બિરયાની ,# ડાયેટ દમ બિરયાની

Photo of #airfryer dum biryani , #diet dum biryani by Mumma's kitchen at BetterButter
1738
4
0.0(0)
0

#એરફ્રાયર દમ બિરયાની ,# ડાયેટ દમ બિરયાની

Jan-04-2019
Mumma's kitchen
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

#એરફ્રાયર દમ બિરયાની ,# ડાયેટ દમ બિરયાની રેસીપી વિશે

પાર્ટી હોય અને જો બિરયાની ના હોય તો એ પાર્ટી અધુરી રહી જાય, આપણે પાર્ટી ની શરૂઆત સુપ અને સ્ટાટૅર વડે કરીઅે છીએ, પરંતુ છેલ્લે બિરયાની અથવા પુલાવ તો ખાઈએ છીએ, આપણે જનરલી બિરયાની મા તળેલા શાકભાજી અને, કાંદા તથા બટાટા વાપરતા હોય છે, પરંતુ આજ મે બહુ નહીંવત્ તેલ નો ઉપયોગ કરીને તેને એરફ્રાયર મા બનાવી બિરયાની ને એક હેલ્ધી બનાવવા ની કોશિશ કરી છે જેનો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ આ તળ્યા વગર ના શાકભાજી થી આ સ્વાદિષ્ટ અને ડાયેટ એરફ્રાયર બિરયાની કેવી રીતે બને તે નોંધી લો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • એર ફ્રાઈગ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 6 કપ રાંધેલા છૂટા બાસમતી ચોખા
  2. 1/2 કપ ગાજર સમારેલુ
  3. 1/2 કપ વટાણા
  4. 1/2 કપ સમારેલી ફણસી
  5. 1/2 સમારેલુ કેપ્સીકમ
  6. 1/2 કપ લાંબા સમારેલા કાંદા
  7. 2-3 બટાકા ની ચીપ્સ
  8. 2-3 કાંદા લાંબા સમારેલા
  9. 1 કપ તાજુ દહીં
  10. 15-20 નંગ કાજુ કિસમિસ
  11. 15-20 તાંતણા કેસર દૂધ મા પલાળેલુ
  12. 2-3 ટેબલસ્પૂન બટર
  13. 2 નાની ચમચી તેલ
  14. 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  15. 1/2 ટી સ્પૂન હળદર
  16. 1 ટેબલસ્પૂન ધાણાજીરું
  17. 3-4 નંગ તજ લવિંગ અને અેલચી
  18. 2-3 નંગ તમાલ પત્ર
  19. 1 ટેબલસ્પૂન જીરૂ
  20. કસુરી મેથી
  21. સ્વાદ અનુસાર મીઠું
  22. એલ્યુમિનિયમ ફોઇલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ જુના બાસમતી ચોખા ને ધોઈ ને તેને 15 મિનીટ સુધી પલાળીદો ત્યાર બાદ તેને 3 ગણુ પાણી ઉમેરીને તેને છૂટો રાંધી લો, થોડો અધકચરો રહે કે તેને ઓસાવી લો, અને ઠંડો પડવા દો, તે દરમ્યાન એક ટીન મા કાંદા મા એક ચમચી તેલ નાખી ને તેને એરફ્રાયર મા 180-200 ડીગ્રી પર બેક કરવા મૂકી દો લગભગ 12-15 મીનીટ બાદ કાંદા બ્રાઉન થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેને એક બાઉલમાં મા લઇ લો
  2. ત્યાર બાદ એજ ટીન મા બટાકા ની ચીપ્સ મા પણ એક નાની ચમચી તેલ નાખી મિકસ કરી લો અને તેને પણ 180 ડીગ્રી તાપમાન પર એરફ્રાયર મા 10-12 મિનિટ માટે મુકી દો
  3. એરફ્રાયર મા બટાકા ની ચીપ્સ બને તે દરમિયાન શાકભાજી ની તૈયારી કરી લો તેના માટે એક કડાઈમાં 2-3 ટેબલસ્પૂન બટર નાખો તેમાં કાજુ અને કિસમિસ ને 2 મિનીટ સાંતળી ને તેને કાઢી લો
  4. ત્યાર બાદ તેમાં જ તમાલ પત્ર, તજ લવિંગ એલચી અને જીરૂ નાખી ને તેમાં કાંદા સાંતળો
  5. ત્યાર બાદ તેમાં સમારેલા ગાજર, ફણસી અને કેપ્સીકમ ઉમેરો
  6. હવે તે દરમિયાન એરફ્રાયર મા બટાકા ની ચીપ્સ તૈયાર થઈ ગઈ છે એટલે તેને અને વટાણા પણ ઉમેરી દો સાથે જ બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો
  7. તૈયાર છે બિરયાની નુ મસાલેદાર શાકભાજી નુ મિશ્રણ ,ગેસ બંધ કરી દો અને તેને સાઇડ પર મૂકી દો
  8. હવે બિરયાની ને સેટ કરવા માટે એક બાઉલ લો તેમા એક લેયર રાંધેલા બાસમતી ચોખા નુ કરો, તેના પર 3-4 ચમચી કેસર વાળુ દૂધ છાંટવુ
  9. તેના પર તૈયાર કરેલુ શાકભાજી નુ મિશ્રણ નુ લેયર પાથરવુ
  10. શાકભાજી ના લેયર ઉપર 4-5 ચમચી દહી મુકવુ
  11. તેના ઉપર બ્રાઉન કાંદા, અને સાંતળેલા કાજુ અને કિસમિસ અને કસુરી મેથી ભભરાવી દો
  12. તેના પર ફરીથી એક લેયર રાંધેલા બાસમતી ચોખા નુ કરો અને તેના પર કેસર વાળુ દૂધ કાજુ કિસમિસ અને કસુરી મેથી ભભરાવી દો
  13. હવે આ સેટ કરેલા બાઉલ ને એલ્યુમિનિયમ ફોઇલ લગાવી ને કવર કરી લો અને તેને 10 મિનીટ સુધી 180ડીગ્રી પર એરફ્રાયર મા સેટ કરી લો
  14. તૈયાર છે તમારી ગરમા ગરમ એરફ્રાયર દમ બિરયાની તેને કોથમીર થી ગારનીશ કરી તમારા પસંદગી મુજબ ના રાયતા અને પાપડ સાથે પીરસી તમારી પાર્ટી ની શાન વધારી દો,

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર