ગોલ્ડ કોઈન પનીર | Gold Coin Paneer Recipe in Gujarati

  ના દ્વારા Varsha Joshi  |  4th Jan 2019  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Gold Coin Paneer by Varsha Joshi at BetterButter
  ગોલ્ડ કોઈન પનીર by Varsha Joshi
  • તૈયારીનો સમય

   10

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   4

   લોકો

  2

  0

  ગોલ્ડ કોઈન પનીર

  ગોલ્ડ કોઈન પનીર Ingredients to make ( Ingredients to make Gold Coin Paneer Recipe in Gujarati )

  • આટા બ્રાઉન બ્રેડ ૮ સ્લાઈસ
  • 100 ગ્રામ પનીર
  • અડધી ચમચી ચાટ મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • કોથમીર ની લીલી ચટણી
  • કેચઅપ
  • ધાણાજીરું પાવડર 1 નાની ચમચી
  • લાલ મરચું પાવડર ઈચ્છાનુસાર
  • ઘી અથવા બટર જરૂર મુજબ
  • ટૂથપીક

  How to make ગોલ્ડ કોઈન પનીર

  1. સૌપ્રથમ બ્રેડની વચ્ચે એક નાની વાટકી મૂકી ગોળ આકાર મા કાપી લો
  2. બધી બ્રેડ ગોળાકાર કાપીને તૈયાર કરો
  3. ત્યારબાદ એક વાસણમાં પનીર છીણો
  4. છીણેલા પનીરમા લાલ મરચું પાવડર, ધાણાજીરું, ચાટ મસાલો અને કોથમીર ની લીલી ચટણી ઉમેરો
  5. ત્યારબાદ બરાબર પનીર મસાલો તૈયાર કરો
  6. હવે ગેસ પર નોનસ્ટિક તવી માં ઘી અથવા બટર લગાવી બધી બ્રેડ શેકવા મૂકો
  7. નીચેની બાજુ શેકાય એટલે પલટાવી ગેસ ધીમો કરો
  8. હવે બ્રેડ ના શેકેલા ભાગ પર પનીર મસાલો પાથરો. 4 બ્રેડ પર પાથરો
  9. ત્યારબાદ બીજી શેકાયેલી ચાર પ્લેન બ્રેડ ને પનીર મસાલા વાળી બ્રેડ પર રાખી દો
  10. બને બાજુ બરાબર બ્રાઉન કલરની શેકો
  11. ત્યારબાદ ટૂથપીક મા ભરાવો
  12. લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો

  My Tip:

  તમે પનીર મસાલા મા ચીઝ પણ નાખી શકો છો

  Reviews for Gold Coin Paneer Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો