BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગોલ્ડ કોઈન પનીર

Photo of Gold Coin Paneer  by Varsha Joshi at BetterButter
215
8
0(0)
0

ગોલ્ડ કોઈન પનીર

Jan-04-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોલ્ડ કોઈન પનીર રેસીપી વિશે

આ રેસિપી મે મારા આઈડિયા થી બનાવી છે. પનીર ને એક અલગ સ્ટાઇલ થી આટા બ્રેડનો ઉપયોગ કરીને સ્ટાર્ટર ના રૂપ માં બનાવી છે.જે પાર્ટી માટે એક અલગ જ સ્વાદિષ્ટ ડિશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • શેકેલું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. આટા બ્રાઉન બ્રેડ ૮ સ્લાઈસ
  2. 100 ગ્રામ પનીર
  3. અડધી ચમચી ચાટ મસાલો
  4. સ્વાદાનુસાર મીઠું
  5. કોથમીર ની લીલી ચટણી
  6. કેચઅપ
  7. ધાણાજીરું પાવડર 1 નાની ચમચી
  8. લાલ મરચું પાવડર ઈચ્છાનુસાર
  9. ઘી અથવા બટર જરૂર મુજબ
  10. ટૂથપીક

સૂચનાઓ

  1. સૌપ્રથમ બ્રેડની વચ્ચે એક નાની વાટકી મૂકી ગોળ આકાર મા કાપી લો
  2. બધી બ્રેડ ગોળાકાર કાપીને તૈયાર કરો
  3. ત્યારબાદ એક વાસણમાં પનીર છીણો
  4. છીણેલા પનીરમા લાલ મરચું પાવડર, ધાણાજીરું, ચાટ મસાલો અને કોથમીર ની લીલી ચટણી ઉમેરો
  5. ત્યારબાદ બરાબર પનીર મસાલો તૈયાર કરો
  6. હવે ગેસ પર નોનસ્ટિક તવી માં ઘી અથવા બટર લગાવી બધી બ્રેડ શેકવા મૂકો
  7. નીચેની બાજુ શેકાય એટલે પલટાવી ગેસ ધીમો કરો
  8. હવે બ્રેડ ના શેકેલા ભાગ પર પનીર મસાલો પાથરો. 4 બ્રેડ પર પાથરો
  9. ત્યારબાદ બીજી શેકાયેલી ચાર પ્લેન બ્રેડ ને પનીર મસાલા વાળી બ્રેડ પર રાખી દો
  10. બને બાજુ બરાબર બ્રાઉન કલરની શેકો
  11. ત્યારબાદ ટૂથપીક મા ભરાવો
  12. લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર