હોમ પેજ / રેસિપી / હરીયાલી પાંઉ ભાજી

Photo of Hariyali pav bhaji by vaishali nandola at BetterButter
504
8
0.0(0)
0

હરીયાલી પાંઉ ભાજી

Jan-04-2019
vaishali nandola
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરીયાલી પાંઉ ભાજી રેસીપી વિશે

શિયાળામા મળતા લીલા શાકભાજીથી બનાવેલી આ ભાજી ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 બટેટા
  2. 1 કપ વટાણા
  3. 1 કપ ફ્લાવર
  4. 1/4 કપ પાલક પ્યોરી
  5. 1/2 કપ કોથમીર
  6. 1/2 ઈંચ આદુ
  7. 3 લીલા મરચા
  8. લીલુ લસણ
  9. 1 કેપ્સીકમ
  10. 2 મિડિયમ લીલા ટમેટા
  11. 2 કાંદા
  12. મીઠુ સ્વાદ.મુજબ
  13. 2 ચમચા તેલ
  14. 3 ચમચી માખણ
  15. કોથમીર ,કાંદા ,ટમેટા સજાવવા માટે
  16. 2 પાંઉ
  17. 1/4 ચમચી હિંગ
  18. 2 ચમચી પાંઉ ભાજી મસાલો
  19. 1/4 ચમચી હળદર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા , વટાણા ,ફ્લાવર ને બાફી લો
  2. કેપ્સીકમ, ટમેટા અને કાંદા ને ઝીણા સમારી લો.
  3. પાલકની પ્યોરી માટે
  4. પાણી ઉકળે એમા પાલકના પાદડા નાખી 2 થી 3 મીનીટ માટે હલાવી ને તરત જ બરફ વાળા પાણીમા નાખો
  5. હવે મિક્સી મા પીસીને તેને બાજુ પર મુકો
  6. કોથમીર, લીલુ લસણ,મરચા અને આદુને પીસો
  7. એક પૅનમા તેલ ગરમ કરવા મુકો .હિંગ નો વઘાર કરો
  8. કાંદા નાખી સાતળો અને ચઢવા દો.
  9. ટમેટા નાખી ઢાકણ બંધ કરી ચઢવા દેવુ.વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  10. કેપ્સીકમ નાખી સાતળો.
  11. તેલ છુટુ પડે એટલે તેમા મીઠુ, પાંઉ ભાજી મસાલો, હળદર, પીસેલી કોથમીરની પેસ્ટ નાખી મિક્સ કરો.
  12. બાફેલા શાક નાખી મિક્સ કરો.
  13. થોડુ પાણી નાખો.
  14. છેલ્લે પાલક ની પ્યોરી નાખી મિક્સ કરો
  15. થોડીવાર ઊકળવા દો.
  16. ઉપરથી કોથમીર ,કાંદા ,ટમેટા થી સજાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર