ફણગાવેલ કઠોળ નો પુલાવ | Sprouts pulao Recipe in Gujarati

ના દ્વારા GAYATRI THAKKAR  |  5th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sprouts pulao by GAYATRI THAKKAR at BetterButter
ફણગાવેલ કઠોળ નો પુલાવby GAYATRI THAKKAR
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  5

  લોકો

6

0

ફણગાવેલ કઠોળ નો પુલાવ

ફણગાવેલ કઠોળ નો પુલાવ Ingredients to make ( Ingredients to make Sprouts pulao Recipe in Gujarati )

 • રાઈ 1 ચમચી
 • જીરૂ 1 ચમચી
 • હીંગ 1/4 ચમચી
 • ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ
 • મિક્સ શાકભાજી 1 વાટકી (ગાજર, પતાગોભી, શિમલાં મીંચી)
 • પાલક અને મેથી ઝીણી સમારેલી 1 વાટકી
 • કઠોળ 1 વાટકી (મગ, મઠ)
 • ચોખા 1 મોટી વાટકી (બાફેલા /કાચાં)
 • લાલ મરચું 1 ચમચી
 • હળદર 1/4 ચમચી
 • ગરમ મસાલો 1 ચમચી
 • ઘાણાંજીરૂ 1 ચમચી
 • મીઠું સ્વાદ અનુસાર
 • પાણી જરૂર મુજબ
 • ઘી વઘાર માટે
 • કોથમીર સજાવટ માટે

How to make ફણગાવેલ કઠોળ નો પુલાવ

 1. ચોખા અને કઠોળ ઘોઇને પલાળી લેવા
 2. શાકભાજી ઝીણાં સમારી લેવા
 3. સૌ પ્રથમ કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં રાઈ અને જીરૂં ઉમેરો પછી હિંગ નાંખો લીલાં મરચાં નાંખવા હોય તો નાંખી શકો છો
 4. પછી તેમાં ડુંગળી અને બઘાં શાકભાજી નાંખી 2 મીનીટ માટે શેકો
 5. શાકભાજી થોડા ચડી જાય પછી તેમાં કઠોળ ઉમેરો
 6. 2 મીનીટ માટે ચઢવાં દો પછી તેમાં લીલાં શાકભાજી ઉમેરો
 7. મીકસ કરી ઢાંકણ બંધ કરી 2 થી 3 મીનીટ ચઢવા દો પછી તેમાં બધાં મસાલા નાંખવા
 8. બધાં મસાલા બરાબર મિક્સ કરી લેવાં
 9. પછી તેમાં ચોખા નાંખવા
 10. બરાબર હલાવી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરો
 11. ચોખા બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરી દેવું તૈયાર છે આપણી પુલાવ
 12. કોથમીર નાંખી ગરમા ગરમ સવૅ કરો
 13. બાફેલા ચોખા નાંખી મીકસ કરી બિરયાની પણ બનાવી શકાય છે
 14. ઘી ને બદલે તેલ પણ લઈ શકાય છે
 15. આ પુલાવ ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ ફાયદાકારક છે કેમ કે તેમાં બધી વસ્તુઓ આવી જાય છે એક રીતે કપલીટ મિલ છે
 16. નાના બાળકો જે કઠોળ અને શાકભાજી નથી ખાતા તેમને આ એક સરળ રીતે શાકભાજી અને કઠોળ ખવડાવી શકાય છે જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક અને જરૂરી છે

My Tip:

શાકભાજી અને કઠોળ તમારી મરજી અને પસંદ મુજબ કોઈપણ ઉપયોગ કરી શકો છો ચોખા પણ કાચાં કે બાફેલા લઈ શકાય છે

Reviews for Sprouts pulao Recipe in Gujarati (0)