હોમ પેજ / રેસિપી / ચોકો ફ્રુટ કસ્ટડૅ

Photo of Choco fruit custurd by vaishali nandola at BetterButter
356
4
0.0(0)
0

ચોકો ફ્રુટ કસ્ટડૅ

Jan-06-2019
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો ફ્રુટ કસ્ટડૅ રેસીપી વિશે

ચોકલેટ ગનાશ , કસ્ટડૅ, ફ્રુટ ,અને ડ્રાય ફ્રુટ થી બનાવેલી આ રેસીપી હેલ્ધી છે.મોટા કે નાના બધાને જ ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. કસ્ટડૅ માટે
  2. 1/2 લીટર દુધ
  3. 1 1/2 થી 2 ચમચી કસ્ટડૅ પાઉડર
  4. 2 ટે.સ્પુન સાકર
  5. 1/2 ટી સ્પુન વેનીલા એસેંસ
  6. 2 ચમચી બદામ
  7. 2 ચમચી પિસ્તા
  8. ગનાશ માટે
  9. 125 ગ્રામ ચોકલેટ સ્લેબ
  10. 125 ગ્રામ ફ્રેશ ક્રીમ
  11. 1 1/2 પેકેટ મારી બિસ્કીટ નો ભુકો
  12. 1 કપ દાડમ
  13. 1 કપ કેળા ના ટુકડા ઝીણા સમારેલા
  14. વ્હીપ ક્રીમ જરૂર મુજબ
  15. ચેરી સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક જાડા વાસણ મા દુધ ઉકળવા મુકો
  2. 2 ચમચી દુધમા કસ્ટડૅ પાઉડર મિક્સ કરો (ગાઠા ન રહેવા જોઈએ)
  3. દુધ ઘટ્ટ થવા આવે એટલે તેમા સાકર અને મિક્સ કરેલુ કસ્ટડૅ ઉમેરો
  4. સતત હલાવતા રહેવુ. દુધ વાસણમા તળીયે ચોટે નહી તેનુ ધ્યાન રાખવુ.
  5. ઘટ્ટ થાય પછી નીચે ઉતારી તેમા વેનીલા એસેંસ અને બદામ ,પિસ્તા નાખી ઠંડુ થવા દેવુ
  6. ગનાશ
  7. એક માઈક્રોવેવ બાઉલ મા ક્રીમ લઈ 30 સેકેન્ડ માટે ગરમ કરો
  8. હવે તેમા ચોકલેટ સ્લેબના ટુકડા નાખી સરખી રીતે મિક્સ કરો
  9. ગ્લાસમા પહેલા થોડા દાડમના દાણા અને સમારેલા કેળા નાખો.
  10. 2 થી 3 ચમચી કસ્ટડૅ નાખો
  11. તેના પર બિસ્કીટ નો ભુકો નાખો
  12. હવે ચોકલેટ ગનાશ નાખી વ્હીપ ક્રીમ અને ચેરી થી ડેકોરેટ કરો
  13. ફ્રીજમા ઠંડુ થવા મુકો. (2 થી 3 કલાક)
  14. સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર