મટર બાઈટ્સ | Matar bites Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  6th Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Matar bites by vaishali nandola at BetterButter
મટર બાઈટ્સby vaishali nandola
 • તૈયારીનો સમય

  20

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  5

  લોકો

0

0

મટર બાઈટ્સ

મટર બાઈટ્સ Ingredients to make ( Ingredients to make Matar bites Recipe in Gujarati )

 • 2 કપ લીલા વટાણા
 • 4 ચમચી તેલ
 • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
 • મીઠુ સ્વાદ મુજબ
 • 1/2 લીંબુ
 • 1 ચમચી સાકર
 • 2 કપ ચણાનો લોટ
 • 4 ચમચી રવો
 • 1/4 ટીસ્પુન બેકીંગ પાઉડર
 • 1/4 ટી સ્પુન સોડા
 • વઘાર માટે
 • 1/2 કપ તેલ
 • રાય,જુ્રુ,લીમડો,તલ, મરચુ

How to make મટર બાઈટ્સ

 1. વટાણા ને અધકચરા પીસી લો.
 2. મિડીયમ થાળી ને તેલ લગાડો.
 3. એક ઉંડા વાસણમા પાણી લઈ એમા થાળી મુકી ગરમ થવા રાખો.( ઢોકળા બાફવા રાખીએ એ રીતે)
 4. એક બાઉલ લો
 5. તેમા પીસેલા વટાણા, આદુ મરચાની પેસ્ટ ,મીઠુ, સાકર ,ચણાનો લોટ ,રવો, તેલ નાખી મિક્સ કરો.
 6. બેકીંગ પાઉડર, અને સોડા નાખી તેની ઉપર લીંબુ નો રસ નાખી મિક્સ કરો
 7. બેટર ને થાળીમા નાખી 10 થી 15 મીનીટ માટે બાફી લો.
 8. ટુથ પીક થી ચેક કરો.
 9. બફાઈ જાય પછી 10 મિનીટ માટે ઠંડા થવા દેવુ.
 10. તમને ગમતા શેપમા કટ કરો.
 11. વઘારીયા મા તેલ મુકી તેમા રાય,જીરુ,લીમડો, તલ ,મરચુ નાખી વઘાર કરો
 12. કટ કરેલા મટર બાઈટ્સ પર ચમચી વડે વઘાર રેડો.
 13. લીલી ચટણી સાથે સવૅ કરો.

My Tip:

મિડીયમ સાઈઝની બે થાળી બનશે.ચણા ના લોટ ને વધારે લેવો હોય તો લઈ શકાય.

Reviews for Matar bites Recipe in Gujarati (0)