હોમ પેજ / રેસિપી / સુરતી પોન્ક વડા

Photo of Surti ponk wada by Kamal Thakkar at BetterButter
742
4
0.0(0)
0

સુરતી પોન્ક વડા

Jan-07-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી પોન્ક વડા રેસીપી વિશે

શિયાળા ના દિવસો હોય અને પાર્ટી માં પોન્ક ની વાનગી ના હોય એવું તો ચાલેજ નઈ. આ વડા લીલા જુવાર ના પોન્ક થઈ બનાવેલા છે અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. જુવાર નો પોન્ક ૨૫૦ ગ્રામ
  2. બેસન(ગગરો) ૧ કપ
  3. ચોખા નો લોટ ૪ મોટી ચમચી
  4. લીલું લસણ ૧/૩ કપ
  5. કોથમીર ૨ મોટી ચમચી
  6. આદુ ૧ ઇંચ
  7. લીલું મરચું ૨
  8. હિંગ ૧/૨ નાની ચમચી
  9. હળદર ૧/૨ નાની ચમચી
  10. લીંબુ નો રસ ૧ ચમચી
  11. ખાંડ ૧ ચમચી
  12. સોડા ૧/૨ ચમચી
  13. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પેલા પોન્ક ને ચારણી માં નાખી સરખો ધોઈ લેવો અને પાણી નિતારી લેવું.
  2. પછી આને ચિલ્લી કટર માં નાખી ક્રશ કરી લો.
  3. લીલું લસણ ઝીણું સમારી લો.
  4. ક્રશ કરેલા પોન્ક માં બેસન,ચોખા નો લોટ ઉમેરો.
  5. આદુ મરચા, લસણ ,મીઠું,હળદર,હિંગ,ખાંડ ઉમેરો.
  6. પાણી નાખી લોટ જેવું બાંધો.છેલ્લે સોડા ને લીંબુ નો રસ ઉમેરો એન્ડ બધું મિક્સ કરી લો.
  7. ગરમ તેલ માં નાના લુઆ જેવું લઈને નાખવા.
  8. માધ્યમ આંચ પાર સોનેરી થાય ત્યાં સુધી તળવા.
  9. ગરમ ગરમ પોન્ક વડા લીલા લસણ ને કોથમીર ની ચટણી જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર