હોમ પેજ / રેસિપી / ભૂગળા બટેટા

Photo of Spicy potato with frying pipe by Varsha Joshi at BetterButter
560
7
0.0(0)
0

ભૂગળા બટેટા

Jan-07-2019
Varsha Joshi
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભૂગળા બટેટા રેસીપી વિશે

આ એક ચટાકેદાર રેસિપી છે.જે કિટ્ટી પાર્ટી માટે બનાવી શકાય છે.અને સૌરાષ્ટ્ર મા પ્રખ્યાત છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બાફેલા બટાકા
  2. તળવા માટે કાચા ભૂગળા
  3. 2 ચમચી ચાટ મસાલો
  4. 3 ચમચી લાલ મરચું પાવડર
  5. 2 ચમચી ચણાનો લોટ
  6. સ્વાદાનુસાર મીઠું
  7. 2 ચમચી લસણની પેસ્ટ
  8. વઘાર માટે અને તળવા માટે તેલ
  9. ગરમ મસાલો એક ચમચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટાકા બાફી તેના મિડિયમ સાઈઝના ટૂકડા કરી લો
  2. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ, ગરમ મસાલો, ચાટ મસાલો, લસણની પેસ્ટ, મીઠું અને થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો
  3. પેસ્ટ થોડી ઘટ્ટ રાખવી
  4. હવે એક કડાઈમાં વઘાર માટે પ્રમાણસર તેલ લો
  5. ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકા ના પીસ વઘારો
  6. ગેસ ધીમો કરી તેમાં મસાલા પેસ્ટ ઉમેરો
  7. બરાબર મિક્સ કરો
  8. ત્યારબાદ થોડી વાર હલાવી ગેસ બંધ કરી દો
  9. ત્યારબાદ એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો.તેમાં ભૂગળા તળી લો
  10. એક પ્લેટમાં મસાલાવાળા બટાકા સાથે ભૂગળા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર