હોમ પેજ / રેસિપી / મોતીચુર બરફી

Photo of Motichoor Barfi by Mital Viramgama at BetterButter
1097
4
0.0(0)
0

મોતીચુર બરફી

Jan-07-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોતીચુર બરફી રેસીપી વિશે

મોતીચુર બરફી એક ગુજરાતી પારંપરિક મીઠાઈ છે.જે ગમે તે ઓક્શન ઉપર સર્વ કરી શકો. ટેસ્ટ તૈયાર ની સ્વીટ કરતાં પણ બેસ્ટ અને ટેસ્ટમાં પણ ડિફરન્ટ છે. એકવાર ખાશો તો ડાઢે ચોંટી જાશે તેવો એનો ટેસ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. બુંદી બનાવા માટે::sunflower::blossom::sunflower:
  2. 2 કપ ચણાનો લોટ
  3. 2કપ ખાંડ
  4. 6 ટેબલ સ્પૂન ઘી
  5. થોડા તાંતણા કેસર ના
  6. 1/2 ટેબલ સ્પૂન એલાયચી પાવડર
  7. તળવા માટે તેલ
  8. થોડો ઓરેંજ કલર
  9. બરફી માટે :hibiscus::maple_leaf::hibiscus:
  10. 1 1/2 કપ માવો ખમણેલો
  11. 1/2 કપ ખાંડ
  12. 4 કપ બુંદી નો ભૂકો
  13. થોડા તાંતણા કેસર ના અથવા ઓરેંજ કલર
  14. બદામ પીસ્તા ની કતરી
  15. સીલ્વર વરખ

સૂચનાઓ

  1. પહેલાં ખાંડ મા થોડું પાણી અને કેસર નાંખી બે તારની ની ચાસણી બનાવી લો.
  2. હવે ચણાના લોટમાં થોડું પાણી નાંખી અને ઓરેંજ કલર નાખી તેનું ખીરુ બનાવી લો. હવે તેમાં એક સ્પૂન ગરમ ઘી નાખી મીક્સ કરી લો. ખીરું બહું પાતળું ન હોવું જોઈએ.
  3. પછી તેલ ગરમ કરી તેમાં બુંદી નો જારો લઇને ઉંચે થી બુંદી પાડવાની .પછી તેલ થોડી વાર તળી લો.
  4. પછી ચાસણી મા નાખી તરતજ કાઢી લો.ચાસણી મા વધારે ટાઇમ રહેવા નહી દેવાની. પછી તેમાં થોડું ગરમ ઘી અને એલાયચી પાવડર નાખી મીક્સ કરી લો.
  5. આવી રીતે બધી બુંદી બનાવી લો ઘી મીક્સ કરી દેવાનું અને પછી બુંદી ઠંડી થાય એટલે મીકસર મા કરકરો ભૂકો કરી લો.
  6. બરફી માટે :hibiscus::maple_leaf::hibiscus:
  7. સૌથી પહેલાં એક પેનમાં ખાંડ લઇને તેની એકદમ કડક ચાસણી બનાવી લો. બે તારની કરતાં થોડી વધારે.કેસર તેમાં નાખી દેવા નું.
  8. હવે ખમણેલો માવો નાખી મીડીયમ તાપે હલાવાનુ થોડી વાર.
  9. માવો કઠણ થવા લાગે એટલે બુંદી નો ભૂકો નાખી બે થી પાંચ મીનીટ ગેસ ઉપર મીક્સ કરવાનું.
  10. પછી ઘી લગાવેલી ટ્રે મા ઢાળી દેવું.
  11. હવે ઉપર થોડું ઠંડું થાય એટલે સીલ્વર વરખ લગાવીને ઉપર બદામ પીસ્તા ની કતરી છાંટી દેવાની.
  12. ચાર પાંચ કલાક પછી ઠંડુ થાય એટલે તમને ગમતા સાઇઝના પીસ કાંપી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર