હોમ પેજ / રેસિપી / ગ્રીન વડા

Photo of GREEN VADA by Deepa Rupani at BetterButter
513
4
0.0(0)
0

ગ્રીન વડા

Jan-08-2019
Deepa Rupani
70 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન વડા રેસીપી વિશે

શિયાળા માં લીલા ચણા એટલે કે જીંજરા,પોપટા ભરપૂર મળે છે. ત્યારે તેનો મહત્તમ ઉપયોગ કરી લેવો જોઇએ. તો આજે તેના ઉપયોગ થી એક પાર્ટી સ્નેક બનાવીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ તાજા લીલા ચણા
  2. 1 કપ મગ ની મોગર
  3. 3 tbsp ઝીણી સુધારેલી કોથમીર
  4. 3 tbsp ઝીણી સુધારેલી પાલક
  5. 1 ઝીણી સુધારેલી ડુંગળી
  6. 1 tbsp આદુ મરચાં પેસ્ટ
  7. 1 tsp ધાણા
  8. 1/2 tsp વરિયાળી
  9. 1/2 tsp મરી
  10. 1/4 tsp કુકિંગ સોડા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તળવા માટે તેલ.

સૂચનાઓ

  1. મગ દાળ ને એક કલાક પલાળી દો.
  2. ચણા ને અધકચરા વાટી લો. દાળ ને પણ વાટી લો.
  3. ધાણા, વરિયાળી, મરી ને પણ અધકચરા વાટી લો.
  4. હવે બધી સામગ્રી ભેગી કરી જાડું ખીરું તૈયાર કરી લો.
  5. હવે ગરમ તેલ માં ,હાથ થી વડા જેવું બનાવી તળી લો.
  6. થોડા ઠંડા થાય એટલે બીજી વાર ધીમા તાપ પર તળવા જેથી એકદમ crispy થશે.
  7. ગરમ ગરમ ,લીલી ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર