હોમ પેજ / રેસિપી / એપલ ઓટ્સ ડીલાઈટ

Photo of APPLE OATS DELIGHT by Deepa Rupani at BetterButter
12
3
0.0(0)
0

એપલ ઓટ્સ ડીલાઈટ

Jan-09-2019
Deepa Rupani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એપલ ઓટ્સ ડીલાઈટ રેસીપી વિશે

An apple a day keeps the docter away. આ વાક્ય જ સફરજન ના ગુણ દર્શાવે છે. તથા ઓટ્સ ના પોષક તત્વો થી પણ આપણે જાણકાર છીએ જ. આ બંને સામગ્રી ના સમન્વય થી એક સરસ, સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બની છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ગુજરાત
 • શેકેલું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1 કપ ઓટ્સ
 2. 1 કપ ઘઉં નો લોટ
 3. 1 સફરજન ખમણેલું
 4. 1/2 કપ દળેલી ખાંડ
 5. 4 tbsp માખણ
 6. 1 tsp તજ પાવડર
 7. 1 tsp કુકિંગ સોડા
 8. 2 કપ દૂધ ( આશરે )
 9. 1/4 tsp વેનીલા એસન્સ
 10. 200 ગ્રામ ડાર્ક ચોકલેટ

સૂચનાઓ

 1. બધી સૂકી સામગ્રી ને સરખી રીતે ભેળવી દો.
 2. હવે દૂધ, સફરજન અને એસન્સ નાખી સરખું મિક્સ કરી ખીરું બનાવો.
 3. ખીરું dropping consistency નું હોવું જોઈએ.
 4. હવે અપમ પાત્ર ને ચીકણું કરી ગરમ કરો.અને બધી કૅવિટી ને મિશ્રણ થી ભરી લો. જરૂર લાગે તો ફરતે થોડું માખણ મૂકવું.
 5. ઢાંકી, ધીમા તાપ પર 2થી4 મિનિટ કુક કરવું, થઈ જાય એટલે ફેરવી બીજી બાજુ કુક કરવું.
 6. કુક થઈ જાય એટલે પ્લેટ માં કાઢી ઠંડા થવા દેવા.
 7. હવે ડાર્ક ચોકલેટ ને ડબલ બોઇલર થી ઓગાળો. અને એક એક ડીલાઈટ ને તેમાં ડીપ કરી ફ્રીઝ માં સેટ થવા મુકો.
 8. સેટ થઈ જાય એટલે મન પડે ત્યારે ખાઓ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર