હોમ પેજ / રેસિપી / છોલે કુલ્ચા ભટૂરા

Photo of Chhole with kulcha bhatura by Varsha Joshi at BetterButter
699
4
0.0(0)
0

છોલે કુલ્ચા ભટૂરા

Jan-09-2019
Varsha Joshi
60 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

છોલે કુલ્ચા ભટૂરા રેસીપી વિશે

આ પંજાબી ડીશ છે. ડીનર પાર્ટી માટે બેસ્ટ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પેન ફ્રાય
  • ધીમે ધીમે ઉકાળવું
  • પ્રેશર કુક
  • પીસવું
  • બાફવું
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ કાબુલી ચણા
  2. મેંદાનો અને ઘંઉનો લોટ 2 મોટા ચમચા
  3. ખાવાનો સોડા અડધી ચમચી
  4. ટી બેગ અથવા ચા ની ભુકી એક ચમચી
  5. ગરમ મસાલો એક ચમચી
  6. તજ પતા
  7. લવિંગ
  8. ઈલાયચી
  9. જીરું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લાલ મરચું પાવડર 2 ચમચી
  12. ટામેટાં 2 નંગ
  13. ડુંગળી 2 નંગ
  14. આદું લસણની પેસ્ટ
  15. એક ચમચી બટર
  16. તળવા માટે તેલ
  17. વઘાર માટે તેલ અથવા ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ કાબુલી ચણા ને 7 કલાક પલાળી રાખો
  2. ત્યારબાદ કૂકરમાં ચણા સાથે ટી બેગ અથવા ચાની ભુકી પોટલી મા બાધી મૂકો મીઠું અને સોડા પણ નાખી દો અને 5 સીટી વગાડી બાફી લો. બફાઈ જાય એટલે ટી બેગ કે ચા ની પોટલી કાઢી લેવી
  3. ત્યારબાદ એક કડાઈમાં તજ પતા, લવિંગ, ઈલાયચી, જીરું શેકી અને પછી તેનો મિક્સરમાં મસાલો બનાવી લો
  4. હવે એક વાસણમાં મેંદાનો અને ઘંઉનો લોટ લઈ અને તેમાં ઘીનું મોણ અને મીઠું નાખી પાણી વડે લોટ બાંધી અને ભીનું કપડું ઢાંકી ને 20 મિનિટ રાખી દો
  5. હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે ઘી અથવા તેલ મૂકી તેમાં આદું લસણની પેસ્ટ નાખો
  6. ત્યારબાદ મિક્સરમાં પીસેલી ટામેટાં અને ડુંગળી ની પેસ્ટ વઘારો
  7. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો તેજાના મસાલો નાખો એક ચમચી ગરમ મસાલો પણ નાખો
  8. સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને ઉકાળો
  9. લાલ મરચું પાવડર પણ ઉમેરો અને અડધી ચમચી હળદર પણ ઉમેરો અને બરાબર ઉકળવા દો
  10. ત્યારબાદ તેમાં બાફેલા છોલે ચણા ઉમેરો
  11. બરાબર હલાવી મિક્સ કરી 5.મિનિટ ઊકાળી અને પછી ઉપર કોથમીર ભભરાવો
  12. એક ચમચી બટર ઉમેરો
  13. હવે બાધેલા લોટમાં થી મોટા લુવા લઈ અને ત્રિકોણ આકાર મા પુરી વણો
  14. એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ મૂકી અને બધા કુલ્ચા તળી લો
  15. ગરમ ગરમ છોલે અને કુલ્ચા ભટુરા સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર