હોમ પેજ / રેસિપી / બાફેલા વટાણાના બોલ્સ

Photo of Steamed peas balls by Harsha Israni at BetterButter
293
9
0.0(0)
0

બાફેલા વટાણાના બોલ્સ

Jan-10-2019
Harsha Israni
300 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાફેલા વટાણાના બોલ્સ રેસીપી વિશે

આ બોલ્સના પૂરણમાં વટાણા અને બટાકાનો ઉપયોગ કરીને બોલ્સ બનાવી ને ચોખા અને અડદમાંથી બનાવેલા ખીરા માં બોળીને બાફીને વગારીને તૈયાર કરેલા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બાફવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩૦૦ ગ્રામ ચોખા
  2. ૧૦૦ ગ્રામ અડદની દાળ
  3. ૧ ટેબલસ્પૂન આદુ -લીલા મરચાની પેસ્ટ
  4. મીઠું પ્રમાણસર
  5. પૂરણ માટે-
  6. ૫૦૦ ગ્રામ તાજા વટાણા
  7. ૧૦૦ ગ્રામ બટાકા
  8. ૨ ટી-સ્પૂન કોપરાની છીણ
  9. ૧ ટી-સ્પૂન ગરમ મસાલો
  10. ૧ ટી-સ્પૂન લીંબુનો રસ
  11. ૧ ટી-સ્પૂન ખાંડ
  12. ૧ ટી-સ્પૂન તલ
  13. ૪નંગ લીલા મરચા (ઝીણા સમારેલા)
  14. મીઠું પ્રમાણસર
  15. ૧/૪ કપ કોથમીર( સમારેલી)
  16. ૧ ટી-સપૂન આદુ છીણેલું
  17. વગાર માટે-
  18. ૧ ટી-સ્પૂન રાઈ
  19. ૨ ટેબલસ્પૂન તેલ
  20. ચપટી હીંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને રાત્રે અલગ-અલગ પલાળી લો.સવારે ચોખાને કરકરો અને અડદની દાળને બારીક વાટીને બંનેને ભેગા કરી મીઠું ઉમેરીને પાંચ કલાક આથી રાખો .
  2. આથેલા ખીરામાં જરુર મુજબ પાણી ઉમેરી તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી ઘટ્ટ ખીરુ તૈયાર કરો.
  3. વટાણા અને બટાકાને વરાળથી બાફી લો.વટાણાને અધકચરા વાટો અને બટાકાને છોલીને મસળીને માવો બનાવી દો.
  4. એક બાઉલમાં વટાણા ,બટાકા, કોથમીર ,ગરમ મસાલો,લીલા મરચા,ખાંડ,કોપરાનું છીણ,તલ ,મીઠું ,આદુ ઉમેરીને મીકસ કરી પૂરણ તૈયાર કરો.
  5. તૈયાર કરેલા વટાણામાંથી નાના ગોળા બનાવીને તૈયાર કરેલા ચોખા અને અડદની દાળના ખીરામાં બોળો.
  6. એક તપેલીમાં પાણી ભરી પાણી ઉકળે એટલે તેના ઉપર ભીનું કટકો પાથરેલી ચાળણી મૂકો.તેમાં ખીરામાં બોળેલા વટાણાના બોલ્સ મૂકી ઉપર ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ બાફીલો.પછી એક ડીશમાં કિઢીને ઠંડા પડવા દો.
  7. એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ ,હીંગનો વગાર કરી બાફેલા વટાણાના બોલ્સને વગારવા,રતાશ પડતા થાય એટલે ગેસ બંધ કરી એક ડીશમાં કાઢી લેવા.
  8. તૈયાર છે બાફેલિ વટાણા બોલ્સ નાળિયેરની ચટની કે કોથમીર ચટની સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર