હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી હની ચીલી પાસ્તા

Photo of Crispy honey chilli pasta by Urvashi Belani at BetterButter
606
3
0.0(0)
0

ક્રિસ્પી હની ચીલી પાસ્તા

Jan-10-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી હની ચીલી પાસ્તા રેસીપી વિશે

આ રેસીપી માં બાફેલા પાસ્તા ને કોટિંગ કરી ફ્રાય કર્યા છે અને ચાઈનીઝ ગ્રેવી માં ચીલી અને હની ના ફ્લેવર સાથે બનાવ્યું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાફેલા પાસ્તા
  2. કોટિંગ માટે
  3. 1 ચમચી મેંદો
  4. 1 ચમચી ચોખા નો લોટ
  5. પેસ્ટ બનાવવા માટે
  6. 3 ચમચી મેંદો
  7. 3 ચમચી ચોખા નો લોટ
  8. સ્વાદાનુસાર નમક
  9. ગ્રેવી માટે
  10. 2 ચમચા તેલ
  11. 1 લાંબી કાપેલી ડુંગળી
  12. 1 ચમચી બારીક કાપેલું લસણ
  13. 1/2 ચમચી બારીક કાપેલું આદુ
  14. 1 ચમચી શેકેલા તલ
  15. 1/2 લાબું કાપેલું શિમલા મિર્ચ
  16. 3 લાંબી કાપેલા લીલા મરચાં
  17. 2 બારીક કાપેલી લીલી ડુંગળી
  18. 2 ચમચી મધ
  19. સ્વાદાનુસાર નમક
  20. 1/2 ચમચી કાળી મરી પાવડર
  21. 2 ચમચી સોયા સોસ
  22. 2 ચમચી ચીલી સોસ
  23. 2 ચમચી ટામેટા સોસ
  24. 1 ચમચી કોર્નફ્લોર

સૂચનાઓ

  1. બાફેલા પાસ્તા પર કોટિંગ કરવા માટે મેંદો અને ચોખા ના લોટ ને પાસ્તા માં મિક્સ કરી 5 મિનિટ અલગ મુકો
  2. પેસ્ટ માટે ની સામગ્રી ભેગી કરી ગાઢું પેસ્ટ તૈયાર કરો.
  3. હવે આ પેસ્ટ માંથી પાસ્તા ને ડીપ કરી ફ્રાય કરો
  4. ફરી થી પાસ્તા ને ગરમ તેલ માં નાખી ડબલ ફ્રાય કરો
  5. ગ્રેવી માટે તેલ ગરમ કરી તેમાં લસણ, આદુ અને તલ નાખી સાંતળો, લીલાં મરચાં નાખી દો
  6. હવે ડુંગળી અને શિમલા મિર્ચ નાખી 2 મિનિટ સાંતળો
  7. સોયા સોસ, ચીલી સોસ, ટામેટા સોસ કાલી મરી ,નમક અને મધ નાખી મિક્સ કરો
  8. 1 કપ પાણી માં કોર્નફ્લોર નાખી તે પેસ્ટ ને ગ્રેવી માં નાખો અને ગ્રેવી જ્યારે જાડી થઈ જાય ત્યારે પાસ્તા અને લીલી ડુંગળી નાખી મિક્સ કરો
  9. પાસ્તા ને પ્લેટ માં કાઢી ઉપર તલ અને લીલી ડુંગળી થી ગાર્નિશ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર