હોમ પેજ / રેસિપી / સ્વીટકોર્ન લોલીપોપ

Photo of Sweetcorn lolipop by Urvashi Belani at BetterButter
223
3
0.0(0)
0

સ્વીટકોર્ન લોલીપોપ

Jan-10-2019
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટકોર્ન લોલીપોપ રેસીપી વિશે

આ રેસીપી માં સ્વીટકોર્ન અને શિમલા મિર્ચ નું પુરણ બનાવી તેને આઈસ્ક્રીમ સ્ટિક પર લગાવી લોલીપોપ નો આકાર આપી ઉપર મકાઈ ચેવડા માં લપેટી ડીપ ફ્રાય કર્યું છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ બાફેલા સ્વીટકોર્ન
  2. 1/2 કપ ચોપ કરેલું શિમલા મિર્ચ
  3. 3 કપ બાફેલા અને મેશ કરેલા બટાકા
  4. 1 બારીક કાપેલી ડુંગળી
  5. 1 ચમચી વાટેલા આદુ મરચા
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1 ચમચી ખાંડ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1/2 લીંબુ નો રસ
  10. સ્વાદાનુસાર નમક
  11. 1/2 કપ બ્રેડ ક્રમબ્સ
  12. 2 ચમચા સમારેલી કોથમીર
  13. 2 ચમચા તેલ
  14. આવશકતાનુસર આઈસ્ક્રીમ સ્ટીકસ
  15. તળવા માટે તેલ
  16. 1 કપ મકાઈ ચેવડા નો દરદરો ભૂકો
  17. મેંદા ના ઘોલ માટે:
  18. 3 ચમચા મેંદો
  19. 3 ચમચા કોર્નફ્લોર
  20. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને વાટેલા આદુ મરચા નાખી 2 મિનિટ સાંતળો
  2. સ્વીટકોર્ન અને શિમલા મિર્ચ નાખી ધીમી આંચ પર સાંતળો
  3. ગેસ બન્દ કરી થોડું ઠંડુ થવા દો, પછી મસાલા બટાકા ,કોથમીર, લીંબુ અને બ્રેડ ક્રમબ્સ નાખી બરાબર મિક્સ કરો
  4. આ મિશ્રણ ને આઈસ્ક્રીમ સ્ટિક પર લગાવો
  5. મેંદા ના ઘોલ માટે બધી સામગ્રી ભેગી કરી પાણી વડે પાતળું ઘોલ તૈયાર કરો.
  6. હવે તેને મેંદા ના ઘોલ માંથી ડીપ કરી મકાઈ ચેવડા થી કવર કરો
  7. આ રીતે બધી લોલીપોપ બનાવી 1 કલાક માટે ફ્રીઝ માં મૂકી દો
  8. ગરમ તેલ માં મધ્યમ આચ પર લોલીપોપ ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી ગરમ ગરમ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર