હોમ પેજ / રેસિપી / વેજીટેબલ મનચાઉ સૂપ

Photo of Vegetable manchow soup by Harsha Israni at BetterButter
876
9
0.0(0)
0

વેજીટેબલ મનચાઉ સૂપ

Jan-10-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ મનચાઉ સૂપ રેસીપી વિશે

આ સૂપ ચાઈનીઝ છે જેમાં ગાજર,શિમલા મરચુ,લીલી ડુંગળી ,લસણ, આદુ નો ઉપયોગ કરી બનાવ્યુ છે જે શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ચાઇનીઝ
  • સાંતળવું
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ ટી-સ્પૂન તેલ
  2. ૧ નંગ લીલી ડુંગળી
  3. ૧ નંગ ડુંગળી
  4. ૧ નંગ ગાજર
  5. ૧ નંગ શિમલા મરચુ
  6. ૧/૪ કપ કોબીજ (ઝીણુ સમારેલુ)
  7. ૧ ટી-સ્પૂન આદુ (છીણેલુ)
  8. ૧ ટી-સ્પૂન લીલુ લસણ અથવા લસણ(ઝીણુ સમારેલુ)
  9. ૨ ટી-સ્પૂન વિનેગર
  10. ૨ ટી-સ્પૂન સોયા સોસ
  11. ૧ અથવા ૨ ટી-સ્પૂન રેડ (લાલ)ચીલી સોસ
  12. ૧ ટી-સ્પૂન કાળી મરી પાવડર
  13. મીઠું પ્રમાણસર
  14. ૨ કપ પાણી
  15. ૨-૩ ટી સ્પૂન કોર્ન ફલોર
  16. સજાવવા માટે-
  17. ૧ કપ તળેલા નુડલસ
  18. લીલી ડુંગળી (ઝીણી સમારેલી)

સૂચનાઓ

  1. સૌ પહેલા એક વાટકીમાં કોર્ન ફલોર અને ૧/૪ કપ પાણી મીકસ કરી કોર્ન સ્ટાર્ચ બનાવો.
  2. બધા જ શાકભાજી ઝીણા સમારી લો.
  3. એક કઢાઈ કે પેનમાં તેલ ગરમ કરી સમારેલી લીલી ડુંગળી અને ડુંગળી એક મિનિટ માટે સાતંળો.
  4. ત્યાર બાદ લસણ અને આદુ સાતંળો.
  5. ત્યાર બાદ સમારેલા ગાજર,શિમલા મરચુ,કોબીજ એક મિનિટ સાંતળો.ત્યાર બાદ બે કપ પાણી અને મીઠું ઉમેરી બધી શાકભાજીને પાંચ મિનિટ માટે ધીમી આંચે ચડવા દો.
  6. ત્યાર બાદ સોયા સોસ,ચીલી સોસ, વિનેગર અને છેલ્લે કોર્ન સ્ટાર્ચ ,કાળી મરી પાવડર ઉમેરીને એક ઉકાળો આવે પછી ગેસ બંધ કરી દો.(જો સૂપ ઘટ્ટ થઈ જાય તો જરુર પ્રમાણે થોડુ પાણી વધારે નાખી શકાય અને પાતળુ પડે તો કોર્ન સટાર્ચ વધારે બનાવી ઉમેરી શકાય)
  7. તૈયાર છે વેજીટેબલ મનચાઉ સૂપ થોડા તળેલા નુડલસ અને લીલી ડુંગળીથી સજાવીને ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર