હોમ પેજ / રેસિપી / ડોલ કેક

Photo of DOLL cake by Urvashi Belani at BetterButter
1701
6
0.0(0)
0

ડોલ કેક

Jan-10-2019
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડોલ કેક રેસીપી વિશે

આ એક ડોલ આકાર ના સ્ટ્રોબેરી ફ્લેવર ના કેક ની રેસીપી છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. સ્પન્જ કેક બનાવવા માટે :
  2. 21/4 કપ મેંદો
  3. 11/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  4. 1/2 ટી સ્પૂન બેકિંગ સોડા
  5. 11/2 કપ પીસી ખાંડ
  6. 3/4 કપ મિલ્ક પાવડર
  7. 3/4 કપ મલાઈ
  8. 11/2 કપ દુધ
  9. 1 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  10. આઇસિંગ માટે:
  11. 1/4 કપ સ્ટોબેરી ક્રશ
  12. 4 કપ વહીપ્ડ કરેલી ક્રીમ
  13. ચપટી રેડ કલર
  14. ચપટી વાદળી કલર
  15. સિલ્વર બોલ્સ
  16. એક બાર્બી ડોલ

સૂચનાઓ

  1. મેંદા માં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી છાણી લો.
  2. મલાઈ અને ખાંડ ને બીટર થી ફેટી લો, હવે મિલ્કપપાવડર, એસેન્સ નાંખી ફેંટો, પછી થોડું થોડું દૂધ અને થોડી થોડી સુખી સામગ્રી નાખી બરાબર ફેટી લો.
  3. ડોલ ના ફ્રોક આકાર ના ગ્રીસ કરેલા મોલ્ડ માં આ મિશ્રણ નાખી પ્રિહિટ ઓવન માં 180ડિગ્રી પર 40 થી 45 મિનિટ બેક કરો.
  4. ઠંડુ થયા પછી 5 સ્લાઈસ માં આ કેક ને કાપી લો અને બધી સ્લાઈસ પર સુગર સીરપ લગાવો
  5. વહીપ્ડ ક્રીમ ના બે ભાગ કરી એક માં રેડ અને બીજા માં વાદળી કલર નાખી આઇસિંગ તૈયાર કરો
  6. આઇસિંગ માટે કેક બોર્ડ પર થોડી રેડ ક્રીમ લગાવી એક સ્લાઈસ મૂકો, પછી તેના પર ફરી થી રેડ આઇસિંગ ની લેયર બનાવો
  7. હવે તેના પર સ્ટ્રોબેરી ક્રશ ફેલાવો અને બીજી સ્લાઈસ મુકો
  8. આ રીતે બધી સ્લાઈસ જમાવી લો અને કેક ને રેડ આઇસિંગ થી કવર કરી લો
  9. હવે વાદળી આઇસિંગ થી ફૂલ ની ડિઝાઇન બનાવી લો
  10. વચ્ચે કાણું કરી ડોલ ને લગાવો
  11. હવે રેડ આઇસિંગ અને સિલ્વર બોલ્સ લગાવી ડેકોરેશન કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર