હોમ પેજ / રેસિપી / ચોકલેટ પાણીપુરી વિથ સ્ટ્રોબેરી ક્રિમ

Photo of CHOCOLATE PANI WITH STRAWBERRY CREAM by Deepa Rupani at BetterButter
24
7
0.0(0)
0

ચોકલેટ પાણીપુરી વિથ સ્ટ્રોબેરી ક્રિમ

Jan-10-2019
Deepa Rupani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ પાણીપુરી વિથ સ્ટ્રોબેરી ક્રિમ રેસીપી વિશે

જ્યારે વધારે મહેમાન વાલી પાર્ટી હોય કે પછી બાળકો ની પાર્ટી હોય ત્યારે ડેસર્ટ ની પસંદગી વ્યક્તિગત સર્વ કે બાઈટ સાઈઝ સર્વ હોય તો પીરસવા માં અનુકૂળતા રહે છે. આજે આપણે આવું જ એક ડેસર્ટ બનાવીએ.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • ગુજરાત
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. ચોકલેટ પાણીપુરી માટે:
 2. 6 પાણીપુરી
 3. 150 ગ્રામ ડાર્ક ચોકલેટ ( આશરે)
 4. સ્ટ્રોબેરી ક્રીમ માટે:
 5. 8 સ્ટ્રોબેરી
 6. 4 ટે.સ્પૂન દળેલી ખાંડ
 7. 2 ટે.સ્પૂન તાજું ક્રીમ
 8. 2 ટે.સ્પૂન મિલ્ક પાવડર
 9. 2 ટે.સ્પૂન કન્ડેન્સેડ મિલ્ક

સૂચનાઓ

 1. ચોકલેટ ને ડબલ બોઇલર માં ઓગાળી તેમાં એક પછી એક પાણીપુરી ડીપ કરી અડધી કલાક ફ્રીઝ માં સેટ કરવા મુકો.
 2. સ્ટ્રોબેરી ના ટુકડા કરી ખાંડ ભેળવો અને 15 મિનિટ માટે બાજુ પર રાખો.
 3. બાકી ની સામગ્રી ભેગી કરો અને તેમાં ખાંડ નું પાણી ન જાય તેમ સ્ટ્રોબેરી ના ટુકડા નાખી મિક્સ કરો.
 4. ફ્રીઝ માં એકદમ ઠંડુ કરવા રાખો.
 5. પીરસતી વખતે પુરી માં કાણું કરી સ્ટ્રોબેરી ક્રીમ ભરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર