હોમ પેજ / રેસિપી / તિરંગી હાંડવો

Photo of Tiranga handvo by Urvashi Belani at BetterButter
384
5
0.0(0)
0

તિરંગી હાંડવો

Jan-10-2019
Urvashi Belani
660 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તિરંગી હાંડવો રેસીપી વિશે

આ રેસીપી માં હાંડવો ને બીટ, પાલક અને હળદર ના કુદરતી કલર સાથે ત્રણ લેયર માં બનાવ્યો છે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • પીસવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ ચોખા
  2. 1/2 કપ તુવેર ની દાળ
  3. 1/4 કપ ચણા દાળ
  4. 1/4 કપ અડદ દાળ
  5. 1/2 કપ દહીં
  6. 3 ચમચા વાટેલા લસણ આદુ મરચા
  7. 1/4 કપ છીણેલી દૂધી
  8. 1/4 કપ પાલક પેસ્ટ
  9. 1/4 કપ બીટ ની પેસ્ટ
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચી લાલ મરચું
  12. સ્વાદાનુસાર નમક
  13. 2 ચમચી ગોળ
  14. 1/4 ચમચી હિંગ
  15. આવશકતાનુસર તેલ
  16. 1 ચમચી ઇનો
  17. વગાર માટે
  18. 2 ચમચા તેલ
  19. 1 ચમચી રાઇ
  20. 1 ચમચી તલ
  21. 10 - 12 મીઠો લીમડો

સૂચનાઓ

  1. ચોખા અને બધી દાળ ને મિક્સ કરો અને 4 થી 5 કલાક માટે પાણી માં પલાળી રાખો
  2. હવે પાણી માંથી કાઢી મિક્સર માં પીસી લો, પછી દહીં નાખી 6 -7 કલાક ઢાંકી ને ગરમ જગ્યાએ મૂકી દો
  3. આથો આવી જાય પછી તેમાં નમક, લાલ મરચું, ગોળ, હિંગ, આદુ લસણ મરચા અને ઇનો નાખી મિક્સ કરો
  4. આ મિશ્રણ ના ત્રણ ભાગ કરો
  5. એક ભાગ માં હળદર અને દૂધી, બીજા ભાગ માં પાલક અને ત્રીજા ભાગ માં બીટ ની પેસ્ટ નાખી મિક્સ કરો
  6. નોનસ્ટિક પેન માં તેલ ગરમ કરી દૂધી નું મિશ્રણ નાખો અને ઢાંકી ને 2 મિનિટ સિમ આચ પર મૂકો
  7. હવે તેના પર પાલક નું મિશ્રણ નાખી ફરી થી 2 મિનિટ ઢાંકી ને સિમ આચ પર મૂકો
  8. પછી તેના પર બીટ નું મિશ્રણ નાખી ઢાંકી દો અને 10 મિનિટ ધીમી આચ પર રાખો
  9. રાઈ, તલ અને લીમડાનો વગાર કરી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર