હોમ પેજ / રેસિપી / કેરટ વરમીસલી કસ્ટર્ડ ઈન સ્ટોબૈરી ચોકલેટ કપ

Photo of Carrot vermicelli custard in strawberry chocolate cup by Harsha Israni at BetterButter
451
7
0.0(0)
0

કેરટ વરમીસલી કસ્ટર્ડ ઈન સ્ટોબૈરી ચોકલેટ કપ

Jan-10-2019
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરટ વરમીસલી કસ્ટર્ડ ઈન સ્ટોબૈરી ચોકલેટ કપ રેસીપી વિશે

આ ડીશમાં ગાજર અને વરમીસલીનુ કસ્ટર્ડ બનાવીને સ્ટોબૈરી ચોકલેટ કપમાં સર્વ કરી છે જે જોવામાં ખૂબજ આકર્ષિત લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 8

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૨ નંગ ગાજર
  3. ૧/૨ કપ વરમીસલી
  4. ૧/૨ કપ ખાંડ
  5. ૧ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર
  6. ૨ ટેબલસ્પૂન બદામના ટુકડા
  7. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર
  8. સ્ટોબૈરી ચોકલેટ
  9. સજાવવા માટે-
  10. કીવીની સ્લાઈસ
  11. બદામના ટુકડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજરને છોલીને છીણી લો.એક કઢાઈમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી છીણેલું ગાજર બે મિનિટ માટે સાતંળી લો.ડીશમાં કાઢી લો.
  2. એક કઢાઈમાં એક ટેબલસ્પૂન ઘીમાં વરમીસલીને સોનેરી રંગ થાય ત્યાં સુધી સાતંળી લો.અને ડીશમાં કાઢી લો.
  3. કસ્ટર્ડ પાવડરને ૧/૪ કપ ઠંડા દૂધમાં ઓગાળી લો.
  4. એક પેનમાં દૂધ ગરમ કરો .પાંચ મિનિટ ધીમી આંચે ઉકાળો.ત્યાર બાદ તેમાં ખાંડ,સાતંળેલા ગાજર અને વરમીસલી ઉમેરીને પાંચ -સાત મિનિટ ઘીમી આંચે ઉકાળો .છેલ્લે વરમીસલી ઓગળે ત્યાર કસટર્ડ વાળુ દૂધ ઉમેરી એક મિનિટ ઉકાળીને ગેસ બંધ કરીને બદામના ટુકડા અને ઈલાઈચી પાવડર મીકસ કરી ઠંડુ પાડવા ફ્રીજમાં મૂકી દો.
  5. સ્ટોબૈરી ચોકલેટને ડબલબોઈલર કરીને ઓગાળી દો.સિલિકોન કેક કપમાં ઓગાળેલી સ્ટોબૈરી ચોકલેટ અંદરની બધી જ બાજુ લગાવી વધારાની ચોકલેટ નીકાળી દો અને ફ્રીજમાં પાંચ -સાત મિનિટ માટે સેટ થવા મૂકી દો.ત્યાર બાદ કપમાંથી ચોકલેટ કપને હળવા હાથે બહાર કાઢો .
  6. સ્ટોબૈરી ચોકલેટ કપમાં તૈયાર કરેલુ ઠંડુ કેરેટ વરમીસલી કસ્ટર્ડ ચમચી વડે નાખો.કીવી સ્લાઈસ અને બદામના ટુકડાથી સજાવીને ઠંડા પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર