હોમ પેજ / રેસિપી / સૂજી ની કચોરી

Photo of Sooji kachori by GAYATRI THAKKAR at BetterButter
587
4
0.0(0)
0

સૂજી ની કચોરી

Jan-10-2019
GAYATRI THAKKAR
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૂજી ની કચોરી રેસીપી વિશે

આ રેસિપી માં કચોરી ને અેક હેલ્ઘી અને અલગ રીતે સવૅ કરવામાં આવી છે જે જલદી બની જાય છે અને ટેસ્ટી હોવાની સાથે સ્નેકસ રીતે સવૅ કરવા માટે એક અલગ પ્રકારની ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સૂજી 1 વાટકી
  2. તેલ વઘાર અને તળવા માટે
  3. અજમો 1 ચમચી
  4. જીરૂ 1 ચમચી
  5. હીંગ 1 ચપટી
  6. લીલાં મરચાં 3 થી 4 નંગ ઝીણાં સમારેલા
  7. બાફેલા બટાકા 1 વાટકી
  8. શાકભાજી 1 વાટકી ઝીણાં સમારેલા ( ગાજર, પતાગોબી, લીલાં શિમલા મરચાં )
  9. હળદર 1 ચપટી
  10. લાલ મરચું પાવડર 1 ચમચી
  11. ગરમ મસાલો 1 ચમચી
  12. મીઠું સ્વાદ મુજબ
  13. પાણી 2 વાટકી ( સૂજી કરતાં ડબલ લેવું )
  14. લીલી ચટણી સવૅ કરવા માટે
  15. ટોમેટો કેચઅપ સવૅ કરવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરૂ અને હીંગ નાખી વઘાર કરવો પછી તેમાં લીલાં મરચાં નાંખવા
  2. પછી તેમાં લીલાં શાકભાજી ઉમેરો અને 2 મિનિટ માટે સાંતળો
  3. પછી તેમાં બાફેલા બટાકા ઉમેરો અને બઘાં મસાલા નાંખવા પછી બટાકા બરાબર મેશ કરી લેવાં
  4. બરાબર મિક્સ કરી લેવું 2 મિનિટ પછી ગેસ બંધ કરી દેવું અને પૂરણ ઠંડુ થવા દેવું
  5. હવે અેક કઢાઈ લઈ તેમાં 2 વાટકી પાણી ઘીમાં તાપે ગરમ કરવા મૂકો તેમાં અજમો, 1 ચમચી તેલ, મીઠું સ્વાદ મુજબ નાંખો
  6. પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં ઘીરે ઘીરે સૂજી ઉમેરતાં જવી અને હલાવતા રહો જેથી તેમાં ગાંઠા ન પડે
  7. સતત હલાવતા રહો 2 થી 3 મિનિટ પછી સૂજી ઘટ થવા લાગે ત્યારે 2 મિનિટ ઢાંકી ને થવા દો પછી ગેસ બંધ કરી દેવું
  8. સૂજી ના લોટ ને પલેટ માં કાઢી લો અને થોડું ઠંડુ થવા દેવું ( થોડું નવશેકું ગરમ હોય ) પછી તેમાં 1 ચમચી તેલ નાંખી બરાબર મસળી લેવું
  9. પછી હાથ માં થોડું તેલ લગાવી ને લોટ નો લૂઓ લઈ બરાબર મસળી લેવું પછી હાથ થી દબાવી પૂરી બનાવી વચ્ચે પૂરણ ભરી બરાબર દબાવી ને કચોરી બનાવી લેવી
  10. આવી જ રીતે બધી કચોરી તૈયાર કરી લેવી
  11. પછી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં એક અેક કરી ને બઘી કચોરી તળી લેવી
  12. તૈયાર છે આપણી સૂજી ની કચોરી તેને કેચઅપ અને લીલી ચટણી જોડે સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર