હોમ પેજ / રેસિપી / હેલ્થી વૉન્ટોન કપ્સ

Photo of Healthy wonton cups by Krupa Shah at BetterButter
346
6
0.0(0)
0

હેલ્થી વૉન્ટોન કપ્સ

Jan-10-2019
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી વૉન્ટોન કપ્સ રેસીપી વિશે

આ વાનગી માં વૉન્ટોન શીટ્સ ને નાની કાપી ને મફીન્સ ના મોઉલ્ડ માં મૂકીને બેક કરી વૉન્ટોન કપ્સ તૈયાર કરિયા છે. આ વૉન્ટોન કપ્સ માં મૅયોનિસ, ટોમેટો કેટચપ અને કાચા રંગીન શાકભાજી વાપરીને આકર્ષક બનાવ્યુ છે. આ પાર્ટી માટે એકદમ સરળ અને પૌષ્ટિક વાનગી છે. વૉન્ટોન કપ્સ પહેલેથી બેક કરીને રાખી શકાય. શાકભાજી પણ કાપેલા હોઈ તો તરત પીરસી શકાય એવી ઝટપટ વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • બેકિંગ
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તૈયાર વૉન્ટોન શીટ્સ 3
  2. મૅયોનિસ 6 મોટા ચમચા
  3. ટોમેટો કેટચપ 6 નાની ચમચી
  4. જામલી કોબીજ જીણી સમારેલી 1/2 કપ
  5. લાલ રંગનું કેપ્સિકમ ઝીણું સમારેલું 1/4 કપ
  6. લીલા રંગનું કેપ્સિકમ ઝીણું સમારેલું 1/4 કપ
  7. પીળાં રંગનું કેપ્સિકમ ઝીણું સમારેલું 1/4 કપ
  8. બાફેલું નાનું બટકું 1/2
  9. સજાવટ માટે:
  10. લિલી દ્રાક્ષ અને દાડમ નાં દાણા

સૂચનાઓ

  1. વૉન્ટોન કપ્સ માં ભરવાં માટે ના સમારેલાં શાકભાજી.
  2. વૉન્ટોન શીટ્સ ને ચાર ભાગ માં કાપી લો.
  3. હવે થોડી ત્રાસી એકની ઉપર બીજી મુકો.
  4. આવી રીતે બધી કાપેલી શીટ્સ મુકો અને મફીન્સ ની ટ્રે માં મૂકી 170℃ 6-8 મિનિટ માટે બેક કરી લો. (ઑવન 10 મિનિટ માટે પ્રિ હીટ કરી લેવું)
  5. બેક થયેલાં કપ્સ માં પેહલા મૅયોનિસ મુકો પછી ટોમેટો કેટચપ મુકો.
  6. હવે કાપેલા શાકભાજી મુકો એની ઉપર થોડું મૅયોનિસ મૂકી લિલી દ્રાક્ષ ને દાડમ ના દાણા મૂકી ને સજાવો.
  7. સરવિંગ ડીશ માં મૂકી સેન્ડવિચ મૅયોનિસ અને ટોમેટો કેટચપ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર