હોમ પેજ / રેસિપી / બેબી કોર્રંન અને એગ ઈન ઓનીયન ગ્રેવી

Photo of Baby corn and Egg in onion gravy by Ankita Tahilramani at BetterButter
632
2
0.0(0)
0

બેબી કોર્રંન અને એગ ઈન ઓનીયન ગ્રેવી

Jan-10-2019
Ankita Tahilramani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેબી કોર્રંન અને એગ ઈન ઓનીયન ગ્રેવી રેસીપી વિશે

આ રેસિપી જાતે જ ઘરે બનાવાની કોશિશ કરેલી છે. અને પરિણામે આ ડીશ અત્યન્ત સ્વાદિષ્ટ તૈયાર થઈ. બેબી કોર્નં અને એગ જ્યારે ડુંગળી અને ટામેટા ની ગ્રેવી મા બનાવીએ તયારે એક નવા જ પ્રકાર નો ટેસ્ટ ઉભો થાય છે જે અચુક ટેસ્ટ કરવા જેવું છે. તો તમે પણ જરૂર બનાવો આ પાર્ટી માટે ની રેસિપી.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • માઈક્રોવેવિંગ
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. બેબી કોર્નં 5-6 નંગ
  2. એગ 4 નંગ
  3. 1 મોટું કેપસિકમ (ચોરસ નાની કટીંગ)
  4. 4 મોટી ઝીણી સમારેલી ડુંગળી
  5. 3 ઝીણા સમારેલા ટામેટા
  6. લસણ 9-10 કળી
  7. 2 લીલા મરચા
  8. 1 મોટો ચમચો ઝીણી સમારેલી લિલી કોથમરી
  9. તેલ 1 મોટો ચમચો
  10. જીરું 1/2 ટી સ્પૂન
  11. અજ્વાઇન 1/2 ટી સ્પૂન
  12. નમક સ્વાદ અનુસાર
  13. લાલ મરચું 1/2 ટી સ્પૂન
  14. ધાણા જીરું પાવડર 1 ટી સ્પૂન
  15. હરદળ 1/4 ટી સ્પૂન
  16. કિચન કિંગ પાવડર 1 ટી સ્પૂન

સૂચનાઓ

  1. સૌથી પેહલા બધાં શાક ધોઈ ને સમારી લ્યો.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં અજવાઈન અને જીરું નાખી તેમાં લસણ અને મરચા ની પેસ્ટ નાખો.
  3. સતડાઇ જાય એટ્લે તેમાં ડુંગળી નાખી હલાવો જયાં સુધી ગુલાબી ના થાય.
  4. પછી તેમાં ટામેટા નાખો.
  5. હવે તેમાં મીઠું, લાલ મરચું, હરદળ, સુકા ધાણા જીરું પાવડર, કિચન કિંગ મસાલા નાખી ને હલાવો.
  6. હવે તેમાં સમારેલા કોર્નં અને કેપ્સીકમ નાખો.
  7. થોડા ચડવા દયો.
  8. હવે ગેસ બંધ કરી તૈયાર ગ્રેવી ને માઇક્રોવેવ કાચ નાં બાઉલ મા ઉતારો.
  9. હવે 4 એગ ફોડી તેનાં પર સ્પ્રેડ કરો.
  10. તેનાં પર જરૂર પુરતું મીઠું ઉમેરો.
  11. હવે આ મિશ્રણ ને માઇક્રોવેવ કરો 7-8 મિન્ટ સુધી 60% પાવર પર.
  12. કોથમરી નાખો ને હલાવો.
  13. તૈયાર છે એક દમ નવો અને ધમાકેદાર શાક .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર