હોમ પેજ / રેસિપી / લીલી તુવેર(લીલવા)ના ઢેખરા

Photo of Lilva na dhekhra by Kavi Nidhida at BetterButter
509
0
0.0(0)
0

લીલી તુવેર(લીલવા)ના ઢેખરા

Jan-11-2019
Kavi Nidhida
40 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલી તુવેર(લીલવા)ના ઢેખરા રેસીપી વિશે

શિયાળ ના શાકભાજી__લીલવા(તુવેરના દાણા)ની એક ડિશ

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ તુવેર દાણા,
  2. 2 કપ ચોખા નો લોટ,
  3. ¼ કપ ઘઉંનો લોટ,
  4. 3 ટેબલ સ્પૂન તેલ મોણ માટે,
  5. 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
  6. મીઠું, હળદર,
  7. 3 કપ પાણી,
  8. 2 ટી સ્પૂન તલ,
  9. ચપટી અજમો,
  10. ½ કપ ગોળ

સૂચનાઓ

  1. એક વાસણમાં બંને લોટ, મોણ, મીઠું, અજમા, હળદર, આદુ મરચાની પેસ્ટ, નાખી મિક્સ કરી લોટ તૈયાર રાખો
  2. તુવેરના દાણાને બાફી લો,
  3. એક વાસણમાં પાણી, મીઠું, તલ અને ગોળ નાખી ઉકળવા દો,
  4. ઉકળેલા પાણી માં ધીરે ધીરે લોટ, અને તુવેરના દાણા નાખી વેલણ થી મિક્સ કરો,
  5. ઢોકળીયામાં એક થાળી માં ઉપરનું મિશ્રણ 10 મિનિટ માટે બાફી લો,
  6. એક વાસણમાં બાફેલો લોટ મસળીને નાનાં નાનાં લુવા લઈ ને પેંડા જેવા વાળી લો,
  7. ગરમ તેલ માં મધ્યમ આંચ પર કથ્થઈ રંગ ના તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર