હોમ પેજ / રેસિપી / લિલવા ના ટોઠા

Photo of Green pigeonpea curry by Bhavna Thaker at BetterButter
126
8
0.0(0)
0

લિલવા ના ટોઠા

Jan-11-2019
Bhavna Thaker
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લિલવા ના ટોઠા રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વાનગી.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બીજા
 • ગુજરાત
 • પ્રેશર કુક
 • સાઈડ ડીશેસ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 1/2 કપ લિલવા (તુવેર દાણા)
 2. 2 નંગ ટમેટા મિડિયમ સાઈઝ
 3. 1/4 કપ લીલુ લસણ
 4. 4-5 કળી સૂકુ લસણ
 5. 3-4 લીલી ડુંગળી
 6. 1/2 સૂકી ડુંગળી
 7. 3-4 લવિંગ
 8. 1-2 નાના તજ ટુકડા
 9. 1 તમાલપત્ર
 10. 1/2 બાદિયાન
 11. 3 ટેબલ સ્પૂન તેલ
 12. 1 ટી સ્પૂન હળદર,મરચુ,ધાણાજીરુ(દરેક એક એક)
 13. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
 14. 1/4 ટી સ્પૂન ગોળ
 15. નમક સ્વાદ મુજબ
 16. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
 17. 1 ટી સ્પૂન જીરું

સૂચનાઓ

 1. 1- લિલવાને કુકર મા ત્રણ સીટી વગાડી બાફી લો.
 2. 2- કડાઈમા તેલ ગરમ થાય એટલે જીરું,તજ,લવિંગ, તમાલપત્ર અને બાદિયાન નાખી, શેકો. આદુ મરચા ની પેસ્ટ ઉમેરી શેકો. સમારેલુ લીલુ લસણ અને સુકુ લસણ નાખી શેકો.લીલી અને સુકી ડુંગળી શેકો.
 3. 3- હવે ટમેટાનો રસ ઉમેરી દો.બધા મસાલા ઉમેરો. ગોળ અને ગરમ મસાલા સિવાય.
 4. 4- ટામેટાની ગ્રેવી એકદમ તેલ છૂટે ત્યાં સુધી શેકો.
 5. 5- બાફેલા લિલવા દાણા ઉમેરીને ગરમ મસાલો અને ગોળ નાખી સરખી રીતે મિક્સ કરીને પાંચ મિનિટ ચડવા દો.
 6. 6- તેલ છુટુ પડે એટલે ગેસ બંધ કરી દો. સર્વિંગ બાઉલ મા લઈ લીલા લસણ અને લીલી કોથમીર તેમ જ લીલી ડુંગળી થી સજાવો.ગરમાગરમ બાજરીના રોટલા,પરોઠા,ભાખરી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવાના ટોઠા....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર