હોમ પેજ / રેસિપી / Jamnagari ghuto

Photo of Jamnagari ghuto by Kamal Thakkar at BetterButter
105
11
0.0(1)
0

Jamnagari ghuto

Jan-12-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેથી ની ભાજી ૧ કપ
  2. સુવા ની ભાજી ૧ કપ
  3. તાંડળીયા ની ભાજી ૧ કપ
  4. મૂળા ની ભાજી ૧ કપ
  5. પાલક ૧ કપ
  6. લીલું લસણ ૫૦ ગ્રામ
  7. રીંગણ ૨
  8. બટેકા ૧ મોટું
  9. ગલકા/તુરિયા ૨
  10. ટામેટા ૩
  11. તુવેર ના દાણા ૩/૪ કપ
  12. વાલોર ના દાણા ૩/૪ કપ
  13. લીલા ચણા ૩/૪ કપ
  14. આદુ ૧ ઇંચ
  15. લીલા મરચા ૨
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. લીંબુ નો રસ ૧ ચમચી

સૂચનાઓ

  1. પેલા બધી લીલી ભાજી સાફ કરી,ધોઈ ને સમારી લો.
  2. તુવેર,વાલોર ને ચણા ના દાણા કાઢી લો.
  3. લીલું લસણ ઝીણું સમારી લો.સફેદ ભાગ ને આદુ ને મરચા સાથે ક્રશ કરી લો.
  4. કૂકર માં ૨ કપ પાણી ગરમ મુકો.
  5. આમાં પેલા લીલવા ના દાણા ઉમેરો.
  6. પછી સમારેલા રીંગણ,બટેકા અને ગલકા.
  7. હવે બધી લીલી ભાજી નાખો.
  8. ટામેટા અને આદુ મરચા ની પેસ્ટ નાખો.
  9. મીઠું નાખીને કૂકર બંદ કરી દો.ખેતર માં તો લાકડા ના ચૂલા પર મોટા તપેલા માં ઘુટો બનાવાય છે પણ આપણે જલ્દી બની જાય એટલે કૂકર માં બનાવયો છે.
  10. ૩-૪ સીટી આવે એટલે ગેસ બંદ કરો.કૂકર ઠરે એટલે ખોલો.
  11. આપડા શાક બફાય ગયા હશે.
  12. હવે આને તમે લાકડા ની છાસ બનાવાની જેની થી ઘોટી લ્યો અથવા બ્લેન્ડર થી અધકચરું ક્રશ કરો.
  13. આમ તો ઘુટો આવી રીતેજ ખાવાનો હોય છે પણ જો ઈચ્છા હોય તો એક ચમચી તેલ ગરમ મૂકીને થોડું લસણ ને એક ડુંગળી નાખીને વઘાર કરી શકો છો.
  14. બાજરા ના રોટલા ને હાથે થી ક્રશ કરી ને ઉપર ગરમ ગરમ ઘુટો નાખો.સાથે ચટપટી લસણ ની ચટણી :blush:.ઘુટો ને રોટલા સાથે છાસ,તળેલા મરચા, લસણ ની ચટણી,કચુંબર હોય એટલે મજા પડી જાય.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jan-12-2019
Neelam Barot   Jan-12-2019

Superb

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર