હોમ પેજ / રેસિપી / કેરોટ ચીઝ કેક

Photo of Carrot cheese cake by Jhanvi Chandwani at BetterButter
336
16
0.0(0)
0

કેરોટ ચીઝ કેક

Jan-13-2019
Jhanvi Chandwani
180 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરોટ ચીઝ કેક રેસીપી વિશે

બિસ્કિટ નો બેસ બનાવી તેની અંદર ગાજર નો હલવો અને વ્હિપડ ક્રિમ નાખી કેક નો શેપ આપ્યો છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ડાયજેસ્ટિવ બિસ્કિટ. 1 પેકેટ
  2. અમુલ બટર. 30 ગ્રામ
  3. ગાજર. 6
  4. ઘી. 1 ચમચી
  5. મિલ્ક મેડ. 100 ગ્રામ
  6. દૂધ. 1 કપ
  7. વહીપડ ક્રીમ. 1 કપ
  8. ચીઝ ક્રિમ. 1 કપ
  9. ઈલાયચી પાવડર. 1/2 ચમચી
  10. બદામ. 6-7
  11. પિસ્તા કતરણ. 2-3 ચમચી

સૂચનાઓ

  1. બિસ્કિટ ને મિક્સર માં પીસી પાવડર બનાવો
  2. હવે તેમાં અમુલ બટર થોડો નરમ કરી પાવડર માં મિક્સ કરો
  3. એક બાઉલ લઈ તેમાં સિલ્વર પેપર ચારો તરફ ફેલાવી લો. તેમાં તે બિસ્કિટ વાળો મિશ્રણ ફેલાવો. અને તેને 1/2 કલાક માટે ફ્રિજ માં મુકો.
  4. હવે એક કડાઈ માં એક ચમચી ઘી નાખી ગાજર પીસી ને નાખો. અને તેમાં દૂધ નાખો. દૂધ સુકાઈ જાય તેમાં ઈલાયચી પાવડર અને મિલ્ક મેડ નાખો અને મિક્સ કરો. હલવો રેડી થાય પછી ગેસ બંદ કરો.
  5. હલવો ઠંડો કરી લો. તેમાં થી 3 ચમચી હલવો અલગ મૂકી દો.
  6. પછી બિસ્કિટ વાળો બાઉલ કાઢી તેની અંદર હલવો વધેલો હલવો સેટ કરી લો. ફરી ફ્રિજ માં મૂકો.
  7. હવે માર્કેટ ની વ્હિપડ ક્રીમ માં ચીઝ ક્રિમ અને 3 ચમચી ગાજર નો હલવો મિક્સ કરો.
  8. હવે ફરી બિસ્કિટ વાળો બાઉલ કાઢી તેમાં મિક્સ કરેલી ક્રિમ સેટ કરો.. અને ફરીથી ફ્રિજ માં 2 કલાક માટે મૂકી દો.
  9. 2 કલાક પછી ફ્રિજ માંથી કાઢી તેના પર થી સિલ્વર પેપર ધીરેધીરે કાઢી લો..
  10. હવે તેના પર બદામ પિસ્તા કતરણ અને ગાજર ના હલવાથી સજાવો.. તૈયાર છે કેરોટ ચીઝ કેક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર