હોમ પેજ / રેસિપી / શક્કરીયા નો ચેવડો

Photo of Sweet potato mixture by Hiral Hemang  Thakrar at BetterButter
392
7
0.0(0)
0

શક્કરીયા નો ચેવડો

Jan-15-2019
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરીયા નો ચેવડો રેસીપી વિશે

શક્કરીયા માંથી ચેવડો બનાવ્યો છે ફરાળી વાનગી તરીકે પણ લઈ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. શક્કરીયા 250 ગ્રામ
  2. શિંગદાણા 50 ગ્રામ
  3. તેલ તળવાં માટે
  4. મરી પાવડર અડધી ચમચી
  5. આમચુર પાવડર અડધી ચમચી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. લીલું મરચું મીઠો લીમડો વઘાર માટે
  8. તલ વરિયાળી વઘાર માટે
  9. કાજુ બદામના ટુકડા 1 ચમચી
  10. કિશમિશ 10 12

સૂચનાઓ

  1. સૌ પ્રથમ શક્કરીયા ને છોલી પાણીમાં પલાળવા.
  2. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકી તેલ ઉમેરો. તેલ ગરમ થાય એ દરમિયાન જાડી ખમણી થી શક્કરીયા નું ખમણ પાડવું અને એ ખમણ ને 2 3 વખત પાણી થી ધોવું.
  3. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં પહેલા શિંગદાણા તળો.
  4. શક્કરીયા નું ખમણ કપડાં પર પહોળું કરી જરા સુકવી ને તળવું.
  5. હવે એક પ્લેટમાં તળેલું ખમણ અને શિંગદાણા લઈ સ્વાદમુજબ મીઠું મરી પાવડર અને આમચુર પાવડર ઉમેરો.
  6. હવે એક પેનમાં અડધી ચમચી તેલ લો, તેલ ગરમ થાય એટલે તલ વરિયાળી લીમડો મરચાં ના ટુકડા કાજુ બદામ ના ટુકડા ઉમેરી વઘાર તૈયાર કરો.
  7. તૈયાર કરેલો વઘાર ચેવડા માં ઉમેરો. સાથે કિશમિશ ઉમેરો.
  8. લો તૈયાર છે શક્કરીયા નો ચેવડો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર