હોમ પેજ / રેસિપી / શક્કરિયા ની ખીર

Photo of Sweet Potato Kheer by Anjali Kataria at BetterButter
508
8
0.0(0)
0

શક્કરિયા ની ખીર

Jan-18-2019
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા ની ખીર રેસીપી વિશે

શક્કરિયા ની ખીર એ શક્કરિયા, દૂધ, ખાંડ અને સૂકા મેવા નું મિશ્રણ છે. આ મારી પ્રિય વાનગી છે. આ ખીર ખાસ કરી ને શિવરાત્રી, નવરાત્રી વગેરે જેવા તેહવારો માં ફરાળ તરીકે બનવા માં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ગુજરાત
  • ઉકાળવું
  • બાફવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨૫૦ ગ્રામ શક્કરિયા
  2. ૧ લિટર દૂધ
  3. ૧/૪ કપ ખાંડ
  4. કેસર
  5. ચપટી એલચી પાવડર
  6. ૨ નાની ચમચી પિસ્તા કત્રી
  7. ખમણેલો ગોળ

સૂચનાઓ

  1. સૌપ્રથમ શક્કરીયા ને બાફી લો.
  2. ધ્યાન રહે કે શકરીયા વધારે બફાઈ ન જાય.
  3. હવે બાફેલા શક્કરિયા ની છાલ કાઢી લો.
  4. ખમણી ની મદદ વડે બધા શક્કરિયા ને ખમણી લો.
  5. હવે એક કડાઈ લો.
  6. તેમાં દૂધ ઉકળવા મૂકો.
  7. એક ઉભરો આવે એટલે તેમાં ખમણેલા શક્કરિયા નાખો.
  8. ચમચા ની સહાયતાથી હલાવતા રહો.
  9. ખીર અડધા ભાગની થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.
  10. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહો.
  11. ખીર થોડી જાડી અને ઘટ થાય એટલે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખો.
  12. બરાબર મિક્સ કરી લો.
  13. હવે ગેસ બંધ કરી લો.
  14. ઠીકરાની મટકી માં ખીર ને સર્વ કરો.
  15. ઉપરથી ખમણેલ ગોળ, પિસ્તા કતરી અને કેસર વડે ગાર્નિશ કરો.
  16. ગરમાગરમ શક્કરિયા ની ખીર પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર