હોમ પેજ / રેસિપી / બૂકે સ્ટાઇલ સલાડ

Photo of Bouque style salad by Varsha Joshi at BetterButter
503
11
0.0(0)
0

બૂકે સ્ટાઇલ સલાડ

Jan-18-2019
Varsha Joshi
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બૂકે સ્ટાઇલ સલાડ રેસીપી વિશે

આપણે ઘણાં પ્રસંગોમા જોતા હોઈએ છીએ કે વિવિધ પ્રકારના સલાડ હોય છે. તો ચાલો હું આજે તમને એક નવી સ્ટાઇલ થી સલાડ ડેકોરેશન બતાવું કે જયારે તમારા ઘરે કોઈ નાની મોટી પાર્ટી અથવા મહેમાન આવે તો તમે સલાડની નવી સ્ટાઇલ થી બધાનું મન જીતી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સલાડ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. તુવેરના લીલવા અડધો કપ
  2. લીલા ચણા અડધો કપ
  3. એક ગાજર
  4. લીલી ડુંગળી
  5. એક બીટ
  6. એક ટામેટું
  7. મેથીની ભાજીના પતા
  8. 2 સ્વીટ કોન
  9. ચાટ મસાલો

સૂચનાઓ

  1. સૌપ્રથમ સલાડ માટેની બધી સામગ્રી તૈયાર કરો
  2. ત્યારબાદ સ્વીટ કોન લો
  3. સ્વીટ કોનમાથી ક્રિમ કાઢીને ખાલી કરી લો
  4. હવે ગાજર, ટામેટાં, ડુંગળી અને બીટમાં થી ફૂલો ના આકાર બનાવો અને લીલી ડુંગળી ના પતાને બરાબર ડાળી ના આકારમા કાપો
  5. હવે એક પ્લેટમાં કોઇ પણ એલ્યુમિનિયમ ફોઈલ અથવા મલમલનુ ચોખ્ખું કપડું પાથરી ઉપર ખાલી કોન ગોઠવી દો
  6. કોનના હોલમાં ડુંગળી ના પતા ડાળી ની જેમ ગોઠવો
  7. ત્યારબાદ ડાળી ના છેડા પર જે ફૂલ તૈયાર કર્યા છે તે સજાવો
  8. હવે તુવેરના લીલવા અને ચણા ને પાણીમાં પાંચ મિનિટ બાફી ને રાખવા
  9. હવે જે ફૂલો ગોઠવ્યા છે તેની આજુબાજુ મેથીના પતા પાન તરીકે ગોઠવી દો
  10. હવે લીલવા અને ચણાનો મોતીની સેર તરીકે ઉપયોગ કરી લાઈન મા સજાવો
  11. હવે આખો બુકે તૈયાર કરો
  12. બૂકે સલાડ ઉપર ચાટ મસાલો ભભરાવો
  13. તૈયાર છે બૂકે સ્ટાઇલ સલાડ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર