તવા પનીર ટિક્કા | Tawa Paneer Tikka Recipe in Gujarati

ના દ્વારા Saba Rehman  |  31st Aug 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Tawa Paneer Tikka by Saba Rehman at BetterButter
તવા પનીર ટિક્કાby Saba Rehman
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  2

  Hours
 • પીરસવું

  3

  લોકો

5227

0

તવા પનીર ટિક્કા વાનગીઓ

તવા પનીર ટિક્કા Ingredients to make ( Ingredients to make Tawa Paneer Tikka Recipe in Gujarati )

 • 400 ગ્રામ પનીર
 • 1 1/2 કપ દહીં
 • મીઠું સ્વાદાનુસાર
 • 1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
 • 1/2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
 • 1 મોટી ચમચી ચાટ મસાલો
 • 1/4 નાની ચમચી જીરા પાવડર
 • 1/2 નાની ચમચી તંદૂરી મસાલો
 • 2 મોટી ચમચી - લીંબુનો રસ
 • 5 મોટી ચમચી તેલ અથવા બટર
 • 1 ચપટી લાલ ખાવાનો રંગ
 • 2 લીલા શિમલા મરચાં 2 ઇંચના ચોસલા આકરામાં કાપેલા
 • 1 મોટા કદની ડુંગળી 2 ઇંચના ચોસલા આકરામાં બાજુમાંથી કાપેલા
 • 10 વાંસની સળી

How to make તવા પનીર ટિક્કા

 1. પનીરને 2 ઇંચના ચોસલામાં કાપો
 2. વાટકામાં દહીં અને લીંબુના રસ સાથે બધાં જ મસાલા અને પાવડર મિક્સ કરો (મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, તંદૂરી મસાલો, જીરા પાવડર, લાલ ખાવાનો રંગ)
 3. મિશ્રણમાં પનીરનાં ટુકડાઓ નાખીને મિક્સ કરો અને થોડા કલાકો માટે મેરીનેટ કરવા મૂકો.
 4. શિમલા મરચાં નાખીને હળવાશથી ભેળવો.
 5. ડુંગળીના ચોસલા નાખો અને સારી રીતે ભેળવો.
 6. 1 કલાક સુધી રેફ્રીજરેટરમાં મૂકો.
 7. વાંસની સળી પર શિમલા મરચાં, ડુંગળી, પનીર, ડુંગળી અને શિમલા મરચાંના ચોસલા પરોવો. દરેક વાંસની સળીમાં 2 મેરિનેટ કરેલા પનીરનાં ટુકડા પરોવો.
 8. નૉન સ્ટિક તવાને ગેસ પર ગરમ કરો. 1 મોટી ચમચી તેલ અથવા બટર તવા પર નાખો.
 9. તવા પર મેરીનેટ કરેલી પનીર ટિક્કા સળીઓ મૂકીને ઢાંકણાથી ઢાંકી દો.
 10. ધીમી આંચ પર રાંધો. આ દરમિયાનમાં તમારા પનીર ટિક્કાને ફેરવતાં રહો. બ્રશ વડે થોડું તેલ લગાવતા રહો.
 11. થાળીમાં કાઢી લો.

My Tip:

મેરીનેટ કરતી વખતે મિશ્રણમાં તમે અજમાનો પાવડર વાપરી શકો છો. તેના લીધે વાનગી બન્યા પછી સ્વાદિષ્ટ અને સુગંધિત લાગશે.

Reviews for Tawa Paneer Tikka Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો