હોમ પેજ / રેસિપી / મૂઠિયાં ઈન ગ્રેવી

Photo of Muthiya in greavy by Varsha Joshi at BetterButter
495
5
0.0(0)
0

મૂઠિયાં ઈન ગ્રેવી

Jan-19-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂઠિયાં ઈન ગ્રેવી રેસીપી વિશે

આપણે મેથીની ભાજીના થેપલાં, મૂઠિયાં વગેરે બનાવીએ છીએ તો તે માત્ર નાશ્તા તરીકે ચા સાથે અથવા દહીં સાથે ખાઈએ છીએ. તો આજે મે મેથીની ભાજીના મૂઠિયાંને લીલવા અને લીલા ચણાની ગ્રેવી બનાવી ને પંજાબી સબ્જી તરીકે બનાવી છે.જે પરોઠા અથવા રોટલી સાથે ખાઈ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • એર ફ્રાઈગ
  • ધીમે ધીમે ઉકાળવું
  • પીસવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ મેથીની ભાજી સમારેલી
  2. અડધો કપ તુવેરના લીલવા
  3. અડધો કપ લીલા ચણા
  4. એક ટામેટું
  5. એક ડુંગળી
  6. અડધો કપ ઘંઉનો, ચણાનો લોટ મિક્સ
  7. એક ચમચી લાલ મરચું પાવડર
  8. મીઠું સ્વાદનુસાર
  9. એક ચમચી હળદર પાવડર
  10. એક ચમચી આદું લસણની પેસ્ટ
  11. વઘાર માટે તેલ
  12. એક ચમચી ગરમ મસાલો
  13. સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘંઉનો અને ચણાનો લોટ લઈ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને મેથીની ભાજી ધોઈ ઝીણી સમારી ઉમેરો. તેલ પણ થોડું ઉમેરો
  2. બધું મિક્સ કરી પાણી વડે મૂઠિયાં નો લોટ બાધો
  3. લોટમાંથી મૂઠિયાં તૈયાર કરો
  4. હવે એક પહોળા વાસણમાં થોડું પાણી લો અને તેમા વચ્ચે કાઠો મૂકી એક કાણાવાળી ડીશ મૂકી તેમાં વરાળ થી મૂઠિયાં બાફવા મૂકો
  5. ઢાંકી ને મૂઠિયાં 10 મિનિટ વરાળથી બફાવા દો
  6. હવે મૂઠિયાં બફાઈ ત્યાં સુધી લીલા ચણા, લીલવા, ટામેટું અને ડુંગળી ને મિક્સરમાં પીસી લો
  7. હવે ગેસ પર કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો
  8. તેમાં આદું લસણની પેસ્ટ નાખી ક્રશ કરેલ મિશ્રણને વઘારો
  9. તેમાં થોડું પાણી ઉમેરી અને બધા મસાલા ઉમેરો
  10. બરાબર મિક્સ કરો
  11. હવે ગ્રેવી ઊકળે ત્યાં સુધી મૂઠિયાં મા છરી વડે તપાસી લો કે બરાબર ચડી ગયા કે નહીં
  12. છરીમા ચોટે નહીં એટલે આપણા મૂઠિયાં તૈયાર છે
  13. હવે ગ્રેવી બરાબર ઉકાળો
  14. મૂઠિયાં ને એક બાઉલમાં ગોઠવી દો
  15. અને ગરમ ગ્રેવી મૂઠિયાં પર રેડી દો
  16. બરાબર ગ્રેવી મૂઠિયાંમા મિક્સ કરીદો
  17. ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો
  18. સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર