હોમ પેજ / રેસિપી / મીક્સ વેજીટેબલ પકોડા

Photo of Mix Vegetable Pakoda by Mital Viramgama at BetterButter
402
4
0.0(0)
0

મીક્સ વેજીટેબલ પકોડા

Jan-19-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીક્સ વેજીટેબલ પકોડા રેસીપી વિશે

પકોડા ગુજરાતી ઓના એની ટાઇમ ફેવરીટ હોય છે. મેં આજે બધાં વેજીટેબલ સાથે પકોડા બનાવ્યા છે. વેજીટેબલ ના કોમ્બીનેશન થીં પકોડા ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 1/2 કપ ચણાનો લોટ
  2. 1/2કપ ઝીણી સમારેલી કોબી
  3. 1 નંગ મોટી સાઇઝનું ગાજર ખમણેલું
  4. 1 નંગ બટેટું ખમણેલું
  5. 1 નંગ ડુંગળી જીણી સમારેલી
  6. 1/2કપ મેથી જીણી સમારેલી
  7. 1/2 કપ લીલા ધાણા ભાજી
  8. 8થી 10 નંગ લીલા મરચાં કાપેલા
  9. 1ટી સ્પૂન મરીનો ભૂકો કરકરો
  10. 1ટી સ્પૂન અજમા
  11. નીમક સ્વાદ અનુસાર
  12. 1/4 ટી સ્પૂન ઇનો
  13. 1/2 ટી સ્પૂન લાલ મરચું
  14. 1/4 ટી સ્પૂન હીંગ
  15. 1/2 ટેબલ સ્પૂન લીબુ નો રસ
  16. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બધાં વેજીટેબલ જીણા સમારેલા લઇને અંદર બધાં મસાલા નાખી મીક્સ કરી લો.
  2. હવે અંદર ચણાનો લોટ નાખી ખીરું તૈયાર કરીલો
  3. હવે તેલ ગરમ કરવા મુકી દો.
  4. હવે ખીરા ની અંદર ઇનો નાખી ઉપર લીંબુ નો રસ નાખી મીક્સ કરી લો.
  5. હવે મીડીયમ ગરમ તેલ મા તમને ગમતી સાઇઝના પકોડા બનાવી તળી લો.
  6. તૈયાર પકોડા સોસ અથવા ચટણી સાથે સર્વ કરો ગરમાગરમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર