હોમ પેજ / રેસિપી / Lajawab lilva biryani

Photo of Lajawab lilva biryani by Purvi Modi at BetterButter
458
8
0.0(1)
0

Lajawab lilva biryani

Jan-19-2019
Purvi Modi
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • હરરોજ/ દરરોજ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. બાસમતી ચોખા ૩/૪ કપ
 2. લવિંગ ૨-૩
 3. નાનો તજનો ટુકડો ૧
 4. તમાલપત્ર ૨
 5. લીલી ઈલાયચી ૨
 6. મોટી ઈલાયચી ૧
 7. મીઠું સ્વાદ પ્રમાણે
 8. સબ્જી માટે:-
 9. તેલ + ઘી ૨+૩ ટી સ્પૂન
 10. જીરું ૧ ટેબલસ્પૂન
 11. વાટેલું લસણ ૧ ટેબલસ્પૂન
 12. વાટેલું આદુ ૧ ટી સ્પૂન
 13. ઝીણા સમારેલા ટામેટા ૧
 14. સ્લાઈસ કરેલી ડુંગળી ૨
 15. તુવેરના દાણા (લીલવા) ૧/૨ કપ
 16. શકકરિયુ ૧
 17. બટાકા (નાની સાઈઝ) ૨
 18. મીઠું સ્વાદ પ્રમાણે
 19. હળદર ૧/૨ ટી સ્પૂન
 20. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
 21. બિરયાની મસાલા અથવા ગરમ મસાલો ૧ ટેબલસ્પૂન
 22. ધાણા જીરું પાઉડર ૧ ટી સ્પૂન
 23. વલોવેલુ દહીં ૧/૪ કપ
 24. સમારેલી કોથમીર ૨ ટેબલસ્પૂન
 25. અન્ય સામગ્રી:-
 26. તળવા માટે તેલ
 27. કેસર વાળું દૂધ ૧/૨ કપ
 28. ઘી ૨ ટી સ્પૂન

સૂચનાઓ

 1. ચોખાને ૧૫-૨૦ મિનિટ સુધી પાણી માં પલાળી રાખો.
 2. એક મોટી કઢાઈમાં લગભગ ૪-૫ કપ પાણી ગરમ કરવા મૂકો. તેમાં તજ, લવિંગ, તમાલપત્ર, લીલી ઈલાયચી, મોટી ઈલાયચી અને મીઠું મિક્સ કરો.
 3. પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરો.
 4. ચોખા ૮૦% જેટલા રંધાઈ જાય એટલે ગેસ બંધ કરી કાણાં વાળા બાઉલમાં કાઢી પાણી નીતારી લો.
 5. તુવેર ના દાણા ને કૂકરમાં બાફી લો.
 6. બટાકા અને શક્કરિયા ની છાલ કાઢી નાના કટકા કરી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
 7. સ્લાઈસ કરેલી ડુંગળી ને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
 8. એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરુ ઉમેરો.
 9. વાટેલું લસણ અને આદુ ઉમેરીને સહેજ વાર સાંતળો.
 10. ઝીણું સમારેલું ટમેટું ઉમેરીને સાંતળો.
 11. બાફેલા તુવેર ના દાણા, તળેલા બટાકા અને શક્કરિયા ઉમેરો.
 12. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાઉડર ,ધાણા જીરું પાઉડર, બિરયાની મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
 13. વલોવેલુ દહીં અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો. ૧-૨ મિનિટ સુધી થવા દઈ ગેસ બંધ કરી દો.
 14. એક જાડા તળિયા વાળી કઢાઈ અથવા નોનસ્ટિક કડાઈને ઘી થી ગ્રીઝ કરો. તેમાં સૌપ્રથમ થોડા રાંધેલા ભાત પાથરો. તેની ઉપર થોડી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર પાથરો અને થોડું કેસર વાળું દૂધ રેડો.
 15. હવે તેની ઉપર સબ્જીનુ લેયર કરો. ફરીથી ભાતનું લેયર કરી તળેલી ડુંગળી, સમારેલી કોથમીર ભભરાવી ઘી અને બાકી રહેલું કેસર વાળું દૂધ રેડો.
 16. કઢાઈ ને એલ્યુમિનિયમ ફોઈલ થી ઢાંકી ઉપર ઢાંકણ ઢાંકી ધીમા તાપે ૭-૧૦ મિનિટ સુધી થવા દો.
 17. લાજવાબ લીલવા બિરયાની તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Solanki Minaxi
Jan-20-2019
Solanki Minaxi   Jan-20-2019

સ્વાદિષ્ટ :yum:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર