હોમ પેજ / રેસિપી / મેથી પરાઠા કાઠી રોલ

Photo of Methi paratha kathi roll by Urvashi Belani at BetterButter
650
7
0.0(0)
0

મેથી પરાઠા કાઠી રોલ

Jan-20-2019
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પરાઠા કાઠી રોલ રેસીપી વિશે

આ રેસીપી માં મેથી પરાઠા પર લીલી ચટણી લગાવી વચ્ચે મિક્સ વેજ નું મિશ્રણ બનાવી ભરી ને રોલ કરી સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. પરાઠા માટે:
  2. 1 કપ ઘઉં નો લોટ
  3. 1/4 કપ બારીક સમારેલી મેથી
  4. 2 ચમચી તેલ
  5. 1 બારીક સમારેલુ લીલા મરચા
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/4 ચમચી હળદર
  8. સ્વાદાનુસાર નમક
  9. પરાઠા સેકવા માટે તેલ અથવા ઘી
  10. સ્પ્રેડ કરવા માટે:
  11. 1/4 કપ લીલી ચટણી
  12. 2 ચમચા દહીં
  13. મિક્સ વેજ મિશ્રણ માટે:
  14. 2 ચમચા તેલ
  15. 1/2 ચમચી જીરું
  16. 1 લાંબી સમારેલી ડુંગળી
  17. 1 લાબું સનારેલું ટામેટું
  18. 1/2 લાબું સમારેલું શિમલા મિર્ચ
  19. 1/4 કપ લીલાં વટાણા
  20. 1/2 ચમચી લાલ મરચું
  21. 1/4 ચમચી હળદર
  22. 1/2 ચમચી ધાણા પાવડર
  23. 1/4 ચમચી ગરમ મસાલો
  24. સ્વાદાનુસાર નમક
  25. કોથમીર

સૂચનાઓ

  1. પરાઠા માટે ની બધી સામગ્રી ભેગી કરીને લોટ બાંધી લો.
  2. આ લોટ થી ગોળ આકાર માં પરાઠા વણી તેને ઘી અથવા તેલ લગાવી બન્ને બાજુ થી સેકી લો.
  3. મિક્સ વેજ મિશ્રણ તૈયાર કરવા માટે તેલ ગરમ કરી જીરું નાખી, ડુંગળી નાખી દો.
  4. 2 મિનિટ પછી ટામેટા, વટાણા અને શિમલા મિર્ચ અને મસાલા નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો, કોથમીર નાખી મિક્સ કરી દો.
  5. ચટણી અને દહીં મિક્સ કરી તેને મેથી પરાઠા પર સ્પ્રેડ કરો
  6. હવે પરાઠા ની એક સાઈડ પર મિક્સ વેજ મિશ્રણ મુકો, પછી રોલ વાળી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર