હોમ પેજ / રેસિપી / લીલાં ચણાના ઉત્તપમ

Photo of Green chickpeas uttapam by Varsha Joshi at BetterButter
425
8
0.0(0)
0

લીલાં ચણાના ઉત્તપમ

Jan-21-2019
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલાં ચણાના ઉત્તપમ રેસીપી વિશે

શિયાળામાં લીલાં ચણાનો ફાલ ખૂબ આવે.જેને ઝીન્ઝવા પણ કહેવામાં આવે છે.આપણે શેકીને પણ ખાઈએ છીએ. અને ઉત્તપમ તો બધાંના ઘરમાં નાસ્તા તરીકે બનતો જ હોય છે.તો આજે હું ઉતપમને અલગ રીતે લીલાં ચણાનો ઉપયોગ કરી ને સ્વાદ મા વધારો કરીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • પીસવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ લીલાં ચણા
  2. એક કપ રવો
  3. એક કપ સમારેલી કોથમીર
  4. 2 નંગ ડુંગળી
  5. 2 નંગ ટામેટાં
  6. અડધો કપ દહીં
  7. એક ચમચી આદું લસણની પેસ્ટ
  8. એક ચમચી ગરમ મસાલો
  9. એક ચમચી લાલ મરચું પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. એક ચમચી ખાંડ
  12. સાતળવા માટે ઘી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કપ ચણા અને સમારેલી કોથમીર મા થોડું પાણી નાંખી મિક્સરમાં પેસ્ટ બનાવી લો
  2. હવે રવામા સામગ્રી પ્રમાણે બધા મસાલા, દહીં અને તૈયાર કરેલી ચણાની પેસ્ટ ઉમેરો
  3. ડુંગળી નાખી બરાબર હલાવી લો
  4. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ઉત્તપમ માટે ખીરું તૈયાર કરો
  5. હવે 5 મિનિટ પછી ગેસ પર નોનસ્ટિક તવી પર ઘી લગાવી દો
  6. ઘી ગરમ થાય ત્યાં સુધી ડુંગળી અને ટામેટાં ઝીણા સમારી.લો
  7. હવે તવી પર ઘી લગાવ્યું છે તેમાં તૈયાર કરેલા ખીરામાથી એક મોટો ચમચો ખીરું પાથરો
  8. તેના પર ડુંગળી, ટામેટાં અને કોથમીર ભભરાવો
  9. તાવેથાથી બરાબર દબાવીને સાતળો
  10. એક બાજુ સતળાય એટલે બીજી બાજુ પલટો
  11. ઉપર ઘી લગાવી ફરી બરાબર જે બાજુ ડુંગળી, ટામેટાં લગાવ્યા તે ભાગ સાતળો
  12. હવે પલટાવી દો
  13. મિશ્રણ બરાબર શેકાઈ ગયું છે.હવે ઉત્તપમ.તૈયાર છે એક પ્લેટમાં સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર