હોમ પેજ / રેસિપી / ગાજર ના ટાકોઝ

Photo of carrot takos by Asha Shah at BetterButter
283
12
0.0(0)
0

ગાજર ના ટાકોઝ

Jan-21-2019
Asha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ના ટાકોઝ રેસીપી વિશે

આ રેસીપી મારી પોતાની ઇનોવેટીવ છે.નોમૅલી ટાકોઝ મેકસીન ડીશ છે.અને મકાઇ ના લોટ થી ટાકોઝ બને છે.પરંતુ મે ઘઉંના લોટ નો ઉપયોગ કરી સાથે પ્ તીયોગીતા ને ધયાન મા રાખ્યુછે.આજે પહેલી વાર બનાવયુ છે.પણ ટેસ્ટી બન્યા છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • કિટ્ટીપાર્ટી
 • ભારતીય
 • શેલો ફ્રાય
 • પીસવું
 • બેકિંગ
 • સ્નેક્સ
 • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

 1. ટાકોઝ માટે
 2. 1.1 વાડકી ઘઉં નો લોટ
 3. 2.1/2 વાડકી ગાજર ની પ્યુરી
 4. 3.મીઠું સ્વાદ મુજબ
 5. ભરવા માટે
 6. 1.1 બેક બીન્સ નુ ટીન
 7. 2.1 ડુંગરી ઝીણી સમારેલી
 8. 3.2ચમચી તેલ
 9. 4.1/4ચમચી અજમો
 10. 5.1/2 ચમચી જીરુ
 11. 6.1/2ચમચી લાલ મરચું
 12. 7.1/2ચમચી ધાણાજીરુ
 13. 8.1/4ચમચી હલદર
 14. 9.મીઠું સ્વાદ મુજબ
 15. 10.1/2 ડુંગરી પાતડી ને લાંબી સમારેલી
 16. 11.1/2 શીમલા મરચું લાબી પાતડી સમારેલી
 17. 12.મીઠું સ્વાદ મુજબ
 18. 13.1 ગાજર ઝીણી સમારેલી.
 19. 14 ચીઝ ઓપશનલ

સૂચનાઓ

 1. 1.શાક ધોઇ સમારી લેવા .જરુર મુજબ .
 2. 2.એક બાઉલ મા લોટ લઇ મીઠું નાખી ગાજર ની પયુરી થી લોટ બાંધી લેવો .5 મીનીટ રેસ્ટ આપવો.
 3. 3.એક કડાઇ મા તેલ ગરમ કરવા મુકવુ.ગરમ તેલ મા જીરુ,અજમો નાખી સમારેલી ડુંગરી નાખી સોનેરી રંગ થાય એટલે લાલ મરચુ,હલદર,ધાણાજીરુ ,મીઠું નાખી 2 મીનીટ પકવી બીન્સ નાખવું .
 4. 4.3મીનીટ રાખી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું .
 5. 5.ઓવન પી્હીટ તરવા મુકવુ.
 6. 6.લોટ ને મસડી એક સરખા લુઆ કરી જરાક જાડી રોટલી વણી તેના પર ફોક ની મદદ થી કાણા કરો.જેથી ફુલે નહીં.બધી રોટલી આમ વણી લેવી.
 7. 7.ઓવન ની જાડી જરા તેલ થી ગી્સ કરી રોટલી જાડી મા ગોઠવવી.
 8. 8.ધીમા તાપે 10 મીનીટ રાખી ચેક કરો ,કડક થઇ કે નહીં જો થઉ હોય તો થોડીવાર ઠંડુ થવા દઇ બહાર કાઢો.ટાકોઝ તૈયાર છે.
 9. 9.તૈયાર ટાકોઝ મા બેક બીનસ મુકી તેના પર શીમલા મરચા ,છીણેલી ગાજર,ડુંગરી મુકી ચીઝ નાખવુ હોય તો .ફીલીંગ મુકવી.ઉરર થી બીન્સ થોડા મુકવા.
 10. 10.તૈયાર છે.ગાજર ના ટાકોઝ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર