હોમ પેજ / રેસિપી / કેરેટ ડિલાઈટ

Photo of Carrot Delight by Pragna Mistry at BetterButter
629
9
0.0(0)
0

કેરેટ ડિલાઈટ

Jan-21-2019
Pragna Mistry
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેરેટ ડિલાઈટ રેસીપી વિશે

ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 નંગ ગાજર
  2. 1/2 કપ દૂધ
  3. 2 ટે.સ્પૂન માવો
  4. 3 ટે.સ્પૂન સાકર
  5. 1ટી.સ્પૂન ઘી
  6. ચપટી એલચી પાવડર
  7. 2કપ દૂધ
  8. 4 ટે.સ્પૂન સાકર
  9. 2ટે.સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર
  10. 1 પેકેટ કાજુ બિસ્કીટ (ગુડ ડે)
  11. 2 ટે.સ્પૂન બટર
  12. પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે

સૂચનાઓ

  1. ગાજર ને છોલીને ધોઈને છીણી લેવા. એક કડાઈ માં છીણેલા ગાજર અને 1/2 કપદૂધ ઉમેરી હલાવવું.
  2. માવો અને 3ટે.સ્પૂન સાકર ઉમેરી એકસરખું હલાવતાં રહેવું. દૂધ અને સાકર નું પાણી બળી જાય અટલે ઘી અને એલચી પાવડર ઉમેરવો. જરાપણ પાણી કે દૂધનો ભાગ ના રહે એ રીતે હલવો બનાવવો.
  3. એક તપેલી માં 2કપ દૂધ માં 4ટે.સ્પૂન સાકર અને કસ્ટર્ડ પાવડર ઉમેરી બધું મિક્સ કરવું. ગરમ કરવા મૂકવું. એકસરખું હલાવતાં રહેવું. 5-7મિનિટ માં જ જાડું થવા લાગશે. ગેસ બંધ કરી સરખું હલાવતાં રહેવું જ્યાં સુધી ઠંડુ થઈ જાય.
  4. ગુડ ડે ના કાજુ બિસ્કીટનો ભૂકો કરી એમાં બટર ઉમેરવું.
  5. હવે સર્વિગ માટે 4 શોટ ગ્લાસ લઈને 1ટે.સ્પૂન બિસ્કીટ-બટર નું મિકસર પાથરવું. એની ઉપર 2ટે.સ્પૂન ગાજરનો હલવો પાથરી ચમચી થીદબાવવું.
  6. ગ્લાસ ને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકવા. એક કલાક પછી બહાર કાઢી ઉપરથી કસ્ટર્ડ વાળું દૂધ નાખી પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગ્લાસ ફરીથી ફ્રીઝમાં મૂકવા. 3-4 કલાક પછી ઠંડુ ઠંડુ કેરેટ ડિલાઈટ સર્વ કરવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર