હોમ પેજ / રેસિપી / સલાડ સજાવટ

Photo of Salad sajavat by Bhavna Nagadiya at BetterButter
107
5
0.0(0)
0

સલાડ સજાવટ

Jan-22-2019
Bhavna Nagadiya
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સલાડ સજાવટ રેસીપી વિશે

મે અહીં સલાડ સજાવટ મા ગામડા નુ આંગણુ બતાવવા ની કોશીશ કરી છે .ગાજર માંથીબડદગાડુ બનાવ્યુ છે.જેમા ગાજર કોબી નુ સલાડ ભર્યુ છે.ગાજર ના ટુકડા મા થી ઝાડ નો ઓટલો બનાવ્યો છે સાથે મેથી ભાજી ની જુડી બાંધી ગાજર વચ્ચે રાખી આંગણા મા ઝાડ રોપ્યા છે.શકરીયા નુ વલોણુ બનાવ્યુ છે.જેમાએક સ્ત્રી છાસ બનાવે છે.મેથી ભાજી સમારી વેરી છે જે કાચા ફરીયા મા ઉગેલુ ઘાસ બતાવ્યુ છે.ગાજર કોબી સલાડ ના ટોપલા ભર્યા છે જેમા થી આંગણા મા રંગોલી પુરી છે .ઘોડા ને તુવેર ની નીરણ નાખી છે

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • ગ્રીલ્લીંગ
 • સલાડ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. ગાજર ૨ મોટા
 2. શકરીયુ ૧મોટુ
 3. મેથી ૧જુડી
 4. કોબી નાની ૧
 5. ટમેટા ૨નંગ
 6. ચણા ના પોપટા ,તુવેર થોડી
 7. નિમક સ્વાદ મુજબ

સૂચનાઓ

 1. ગાજર છોલી અડધુ કટ કરો આડુ કરી ઉપર થી વચ્ચે નો ભાગ કાપી લો જે સલાડ ભરવા ની જગ્યા બની .બાદ ગાજર ના પતલા ભાગ ને ઉભો કાપી બેભાગ કરો જેમાથી બડદ જોડવા અને ચલાવનાર ને બેસવા ની ધુસર બનાવો .હવે ગાજર ના બે પાતલા ગોલ પીસ કાપી પૈયા લગાવો આબધુ લીમડા ની સુકી સળી થી લગાવી દોગાજર કોબી ચણા નુ સલાડ બનાવી ગાડા મા ભરી દો
 2. બીજા ગાજર ની સ્કીન કાઢી મોટા ટુકડા કરો વચ્ચેથી ખાલી જગ્યા કરો જેમા ભાજી ની જુડી રાખી ઝાડ બનાવીલો
 3. શકરીયા ને નીચે નો જાડા ભાગ મા માટલા નો શેઇપ આપો ઉપર ના ભાગ ને છોલી વલોણુ (રવાઇ) બનાવો જાડા દોરા થી દોરડુ બનાવો જેનાથી એક સ્ત્રી છાસ વલોવે છે
 4. મેથી ની ભાજી સમારી નીચે આંગણા મા ગ્રીનરી બનાવો
 5. ગાજર કોબી ના સલાડ ની રંગોલી બનાવો
 6. ઘોડા ને તુવેર ની નીરણ ખાતો બનાવો
 7. હજુ ઘણુ બધુ થઇશકે તેમ છે પણ એક સાથે બધુ ફોટા મા ન આવી શકે
 8. આબધી જ શાક ભાજી રસોય મા ઉપયોગ થઇ શકે છે વેસ્ટ જતી નથી.મને આવી અવનવી સલાડ ડીશ બનાવવા નો શોખ છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર