લીલા ચણા પનીર બીટ કબાબ | Hara Chana Paneer Beet Kebabs Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  22nd Jan 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Hara Chana Paneer Beet Kebabs by Mital Viramgama at BetterButter
લીલા ચણા પનીર બીટ કબાબby Mital Viramgama
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

1

0

લીલા ચણા પનીર બીટ કબાબ

લીલા ચણા પનીર બીટ કબાબ Ingredients to make ( Ingredients to make Hara Chana Paneer Beet Kebabs Recipe in Gujarati )

 • ચણાના પાર્ટ માટે :four_leaf_clover:
 • 1/2 કપ તાજાં લીલા ચણા
 • 1/4 કપ સ્વીટ કોર્ન
 • 1/4 કપ પનીર
 • 8 થીં 10 ફુદીના ના પાન
 • 1ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
 • 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
 • નીમક સ્વાદ અનુસાર
 • 1ટેબલ સ્પૂન કોથમીર
 • બીટ ના પાર્ટ માટે :hibiscus:
 • 3 બાફેલા મેશ કરેલાં બટેટા
 • 1/4 કપ બીટ સાવ જીણુ ખમણેલું
 • 1ટેબલ સ્પૂન કોથમીર
 • 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
 • 1ટી સ્પૂન મરચાં ની પેસ્ટ
 • 3ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
 • નીમક સ્વાદ અનુસાર
 • 1/2 સ્પૂન લીંબુ નો રસ
 • કબાબ માટે સળી
 • તળવા માટે તેલ
 • થોડું ફોઇલ પેપર

How to make લીલા ચણા પનીર બીટ કબાબ

 1. લીલા ચણા,સ્વીટ કોર્ન અને ફુદીનો લઇને મીકસર મા દરદરું પીસી લેવું.
 2. હવે તેમાં પનીર આદુ મરચાં ની પેસ્ટ નીમક સ્વાદ અનુસાર અને કોથમીર નાખી બધું મીક્સ કરી લો. અંદરનુ સ્ટફીંગ તૈયાર છે.
 3. હવે બાફેલા બટાકા મેસ કરેલાં લઇને તેમાં સાવ જીણુ ખમણેલું બીટ તેમજ આદું મરચાં ની પેસ્ટ મીઠું અને બ્રેડ ક્રમસ નાખી લીંબુ નો રસ અને કોથમીર નાખી બધું મીક્સ કરી લો .આ ઉપરનું સ્ફીંગ તૈયાર છે.
 4. હવે કબાબ સ્ટીક લઇને તેમાં પહેલાં ચણાનું સ્ફીંગ ભરો.
 5. હવે સહેજ તેલ વાળો હાથ કરી બીટનું સ્ટફીંગ લઇને ચણા ના સ્ફીંગ ઉપર કવર કરો.
 6. આવી રીતે બધાં કબાબ બનાવી લો.
 7. હવે કબાબ ને મીડીયમ ગરમ તેલ મા ક્રીસપી તળી લો. હવે એક પેપર નેપકીન મા કાઢી પછી સ્ટીક મા સાઇડમાં ફોઇલ પેપર લગાવી દો.
 8. હવે તૈયાર છે તમારાં કબાબ જેને તમે તમારા ફેવરીટ ડીપ અને સલાડ સાથે સર્વ કરો ગરમાગરમ.

Reviews for Hara Chana Paneer Beet Kebabs Recipe in Gujarati (0)