હોમ પેજ / રેસિપી / લીલા ચણા પનીર બીટ કબાબ

Photo of Hara Chana Paneer Beet Kebabs by Mital Viramgama at BetterButter
407
10
0.0(0)
0

લીલા ચણા પનીર બીટ કબાબ

Jan-22-2019
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા પનીર બીટ કબાબ રેસીપી વિશે

લીલા ચણા પનીર બીટ કબાબ એક હેલ્થી સાથે ટેસ્ટી કબાબ છે.જે મારી ઇનોવેટીવ ડીસ છેં. જે શિયાળામાં ખાવા ની મજા પડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચણાના પાર્ટ માટે :four_leaf_clover:
  2. 1/2 કપ તાજાં લીલા ચણા
  3. 1/4 કપ સ્વીટ કોર્ન
  4. 1/4 કપ પનીર
  5. 8 થીં 10 ફુદીના ના પાન
  6. 1ટી સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  7. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  8. નીમક સ્વાદ અનુસાર
  9. 1ટેબલ સ્પૂન કોથમીર
  10. બીટ ના પાર્ટ માટે :hibiscus:
  11. 3 બાફેલા મેશ કરેલાં બટેટા
  12. 1/4 કપ બીટ સાવ જીણુ ખમણેલું
  13. 1ટેબલ સ્પૂન કોથમીર
  14. 1ટી સ્પૂન આદું ની પેસ્ટ
  15. 1ટી સ્પૂન મરચાં ની પેસ્ટ
  16. 3ટેબલ સ્પૂન બ્રેડ ક્રમસ
  17. નીમક સ્વાદ અનુસાર
  18. 1/2 સ્પૂન લીંબુ નો રસ
  19. કબાબ માટે સળી
  20. તળવા માટે તેલ
  21. થોડું ફોઇલ પેપર

સૂચનાઓ

  1. લીલા ચણા,સ્વીટ કોર્ન અને ફુદીનો લઇને મીકસર મા દરદરું પીસી લેવું.
  2. હવે તેમાં પનીર આદુ મરચાં ની પેસ્ટ નીમક સ્વાદ અનુસાર અને કોથમીર નાખી બધું મીક્સ કરી લો. અંદરનુ સ્ટફીંગ તૈયાર છે.
  3. હવે બાફેલા બટાકા મેસ કરેલાં લઇને તેમાં સાવ જીણુ ખમણેલું બીટ તેમજ આદું મરચાં ની પેસ્ટ મીઠું અને બ્રેડ ક્રમસ નાખી લીંબુ નો રસ અને કોથમીર નાખી બધું મીક્સ કરી લો .આ ઉપરનું સ્ફીંગ તૈયાર છે.
  4. હવે કબાબ સ્ટીક લઇને તેમાં પહેલાં ચણાનું સ્ફીંગ ભરો.
  5. હવે સહેજ તેલ વાળો હાથ કરી બીટનું સ્ટફીંગ લઇને ચણા ના સ્ફીંગ ઉપર કવર કરો.
  6. આવી રીતે બધાં કબાબ બનાવી લો.
  7. હવે કબાબ ને મીડીયમ ગરમ તેલ મા ક્રીસપી તળી લો. હવે એક પેપર નેપકીન મા કાઢી પછી સ્ટીક મા સાઇડમાં ફોઇલ પેપર લગાવી દો.
  8. હવે તૈયાર છે તમારાં કબાબ જેને તમે તમારા ફેવરીટ ડીપ અને સલાડ સાથે સર્વ કરો ગરમાગરમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર