હોમ પેજ / રેસિપી / મેથી મકાઈ વડી

Photo of Methi-Makai Vadi by Deepa Rupani at BetterButter
541
6
0.0(0)
0

મેથી મકાઈ વડી

Jan-23-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મકાઈ વડી રેસીપી વિશે

આપણે સૌ મહારાષ્ટ્ર ની વાનગી કોથીમબીર વડી થી જાણકાર છીએ એના થી પ્રેરિત થઈ ને મેં આ વડી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ પીળી મકાઈ નો લોટ
  2. 1 કપ ઝીણા સુધારેલી મેથી ભાજી
  3. 1/2 ટી.સ્પૂન સોડા બાય કાર્બ
  4. 1 ટી.સ્પૂન તેલ
  5. 1 ટી.સ્પૂન લાલ મરચું
  6. શેલો ફ્રાય માટે તેલ

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં 1-1/2 કપ પાણી, તેલ, સોડા, લાલ મરચું, મીઠું, મેથી ભાજી નાખી ઉકળવા મુકો.
  2. ઉકળવા નું ચાલુ થાય એટલે ગેસ ધીમો કરી, મકાઈ નો લોટ નાખી, જોર થી હલાવવું. જેથી ગઠ્ઠા ના પડે.
  3. થોડી મિનિટ સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવો, પછી ગેસ બંધ કરો.
  4. તેલ લગાવેલી થાળી માં આ મિશ્રણ ને નાખી ને સરખું ફેલાવી લો.
  5. ઢોકળા ની જેમ વરાળ માં બાફી લો, 10 થી 15 મિનિટ માટે, ત્યાર પછી ઠંડુ થાય એટલે તમારી પસંદ ના આકાર માં કાપી શેલો ફ્રાય કરો.
  6. ગરમ ગરમ, ચટણી કે કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર