હોમ પેજ / રેસિપી / શક્કરિયા પોપ્સ

Photo of SWEET POTATO POPS by Deepa Rupani at BetterButter
512
10
0.0(0)
0

શક્કરિયા પોપ્સ

Jan-23-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરિયા પોપ્સ રેસીપી વિશે

કોઈ પણ પાર્ટી હોય, સ્ટાર્ટર તો જરૂરી હોય છે પછી એ કિટ્ટી પાર્ટી હોય, કિડ્સ પાર્ટી હોય, કોકટેલ પાર્ટી હોય કે ટી પાર્ટી હોય. પાર્ટી પ્રમાણે સ્ટાર્ટર પસંદ કરવા જોઈએ. આજે શક્કરિયા , ગાજર અને ચીઝ થી બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 શક્કરિયા
  2. 1 ગાજર
  3. 1/2 કપ ઝીણી સુધારેલી કોથમીર
  4. 1 ટી.સ્પૂન લીલા મરચાં ની પેસ્ટ
  5. 1 ટી.સ્પૂન ગરમ મસાલો
  6. 1 ટી.સ્પૂન આમચૂર પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2 ચીઝ ક્યુબ
  9. 2 ટે. સ્પૂન કોર્ન ફ્લોર
  10. 3 ટે. સ્પૂન ઓટ્સ
  11. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. શક્કરિયા ને બાફી ને મસળી લો ગાજર ને છીણી લો.
  2. હવે શક્કરિયા, ગાજર,કોથમીર, લીલા મરચાં ની પેસ્ટ અને બધા મસાલા નાખી માવો તૈયાર કરી લો.
  3. તૈયાર માવા માંથી ગોળા બનાવી લો અને ચીઝ ક્યુબ ના નાના ટુકડા કરી લો.
  4. પછી ગોળા માં વચ્ચે થી દબાવી ખાડો કરી તેમાં ચીઝ નો ટુકડો મૂકી, પાછો ગોળો વાળી લો.
  5. હવે કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી slurry બનાવો. તેમાં ગોળો ડુબાડી તેને ઓટ્સ માં રોલ કરો.
  6. આવી રીતે બધા ગોળા તૈયાર કરી લો. તૈયાર કરતા પહેલા તેલ ગરમ મૂકી દેવું.
  7. ગરમ તેલ માં બધી બાજુ થી સરખા તળી લો.
  8. તૈયાર છે ગરમાગરમ ,ચિઝી પાર્ટી પોપ્સ...ચટણી, કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર