ગાજર અને નટ્સ કેક | Carrot And Nuts Cake Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  23rd Jan 2019  |  
3 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Carrot And Nuts Cake by Dr.Kamal Thakkar at BetterButter
ગાજર અને નટ્સ કેકby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  10

  લોકો

3

1

ગાજર અને નટ્સ કેક વાનગીઓ

ગાજર અને નટ્સ કેક Ingredients to make ( Ingredients to make Carrot And Nuts Cake Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ ૩/૪ કપ
 • મેંદો ૧/૪ કપ
 • બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
 • બેકિંગ પાવડર ૧ નાની ચમચી
 • મીઠું ૧/૪ નાની ચમચી
 • ખાંડ ૧/૨ કપ
 • ગાજર ૧ કપ(ખમણેલા)
 • દહીં ૧/૨ કપ
 • ઓલિવ ઓઇલ ૧/૪ કપ
 • દૂધ ૨ ચમચી
 • વેનીલા એસ્સેન્સ ૧/૨ નાની ચમચી
 • સૂકા મેવા(બદામ,પિસ્તા,કાજુ,અખરોટ)

How to make ગાજર અને નટ્સ કેક

 1. એક મોટા બોલ માં દહીં લઇ લો.
 2. આમાં ખાંડ ને ઓલિવ ઓઇલ નાખો.
 3. બે ચમચી દૂધ નાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.પછી વેનીલા એસ્સેન્સ ઉમેરો.
 4. આ મિશ્રણ માં ખમણેલા ગાજર ઉમેરો.
 5. પછી એક ચારણી થી લોટ,મીઠું,બેકિંગ પાવડર ને સોડા ચારી ને આમાં ઉમેરો.
 6. ધીમે થી બધું ભેગું કરો.
 7. હવે થોડા સમારેલા સૂકા મેવા ઉમેરો.
 8. એક બેકિંગ ટીન ને ચીકણું કરીને એમ આ મિશ્રણ નાખો.ઉપર થોડા સૂકા મેવા ની કતરણ છાંટો.
 9. પ્રી હીટ કરેલા ઓવેન માં ૧૮૦℃ પર બેક કરવા મૂકી દો.૩૦ મિનિટ માં કેક તૈયાર થઈ જશે.ટૂથપિક થઈ ચેક કરી લેવું.
 10. કેક ઠંડી થાય એટલે મોલ્ડ માંથી કાઢો.
 11. આ કેક એકદમ નરમ હોય છે એટલે એકદમ ઠંડી થાય પછી એના કટકા કરવા.દૂધ સાથે નાશતા માં આપવી :blush:.

My Tip:

બીજી કેક ની જેમ ઉપર ફ્રોસ્ટિંગ કરવું હોય તો ક્રીમ ચીઝ થી કરી શકો.

Reviews for Carrot And Nuts Cake Recipe in Gujarati (1)

Neeta Jethvaa year ago

મસ્ત ,ટેસ્ટી:heart_eyes:
જવાબ આપવો
Dr.Kamal Thakkar
a year ago
Thankyou:blush: