હોમ પેજ / રેસિપી / Carrot And Nuts Cake

Photo of Carrot And Nuts Cake by Kamal Thakkar at BetterButter
318
9
0.0(1)
0

Carrot And Nuts Cake

Jan-23-2019
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઘઉં નો લોટ ૩/૪ કપ
  2. મેંદો ૧/૪ કપ
  3. બેકિંગ સોડા ૧/૨ નાની ચમચી
  4. બેકિંગ પાવડર ૧ નાની ચમચી
  5. મીઠું ૧/૪ નાની ચમચી
  6. ખાંડ ૧/૨ કપ
  7. ગાજર ૧ કપ(ખમણેલા)
  8. દહીં ૧/૨ કપ
  9. ઓલિવ ઓઇલ ૧/૪ કપ
  10. દૂધ ૨ ચમચી
  11. વેનીલા એસ્સેન્સ ૧/૨ નાની ચમચી
  12. સૂકા મેવા(બદામ,પિસ્તા,કાજુ,અખરોટ)

સૂચનાઓ

  1. એક મોટા બોલ માં દહીં લઇ લો.
  2. આમાં ખાંડ ને ઓલિવ ઓઇલ નાખો.
  3. બે ચમચી દૂધ નાખીને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.પછી વેનીલા એસ્સેન્સ ઉમેરો.
  4. આ મિશ્રણ માં ખમણેલા ગાજર ઉમેરો.
  5. પછી એક ચારણી થી લોટ,મીઠું,બેકિંગ પાવડર ને સોડા ચારી ને આમાં ઉમેરો.
  6. ધીમે થી બધું ભેગું કરો.
  7. હવે થોડા સમારેલા સૂકા મેવા ઉમેરો.
  8. એક બેકિંગ ટીન ને ચીકણું કરીને એમ આ મિશ્રણ નાખો.ઉપર થોડા સૂકા મેવા ની કતરણ છાંટો.
  9. પ્રી હીટ કરેલા ઓવેન માં ૧૮૦℃ પર બેક કરવા મૂકી દો.૩૦ મિનિટ માં કેક તૈયાર થઈ જશે.ટૂથપિક થઈ ચેક કરી લેવું.
  10. કેક ઠંડી થાય એટલે મોલ્ડ માંથી કાઢો.
  11. આ કેક એકદમ નરમ હોય છે એટલે એકદમ ઠંડી થાય પછી એના કટકા કરવા.દૂધ સાથે નાશતા માં આપવી:blush:.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neeta Jethva
Feb-16-2019
Neeta Jethva   Feb-16-2019

મસ્ત ,ટેસ્ટી:heart_eyes:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર