હોમ પેજ / રેસિપી / હરિયાળા દાણા

Photo of GREEN CURRY by Deepa Rupani at BetterButter
347
7
0.0(0)
0

હરિયાળા દાણા

Jan-23-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
14 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરિયાળા દાણા રેસીપી વિશે

શિયાળો આવ્યો નથી કે લીલા શાકભાજી ની ભરમાર થાય છે. તાજા ,લીલા શાક ભાજી જોઈ ને શુ ખાવું અને શું ના ખાવું એ પ્રશ્ન થાય છે. આજે બધા દાણા ને મેળવી ને એક સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ તુવેર દાણા
  2. 100 ગ્રામ લીલા ચણા
  3. 100 ગ્રામ વાલોર દાણા
  4. 100 ગ્રામ વટાણા
  5. 250 ગ્રામ કોથમીર
  6. 50 ગ્રામ લીલું લસણ
  7. 4-5 લીલા મરચાં
  8. 1 લીંબુ મધ્યમ
  9. 2-3 લિલી ડુંગળી
  10. 1 ટી.સ્પૂન જીરું
  11. 1/4 ટી.સ્પૂન હળદર
  12. 2 ટે. સ્પૂન તેલ
  13. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા દાણા ને મીઠું નાખી કુકર માં 3 સીટી થાય એટલું કુક કરો. સીટી વાગી જાય એટલે તરત સીટી ઊંચી કરી વરાળ કાઢી કુકર ખોલી લેવું. તો દાણા લીલા રહેશે.
  2. સીટી વાગે ત્યાં સુધી, કોથમીર, મરચાં, લીલા લસણ ને મિક્સર માં પીસી ને પ્યૂરી બનાવી લો.
  3. તેલ ગરમ મૂકી , જીરું નાખી આ પ્યૂરી ને સાંતળો
  4. થોડી વાર સાંતળી ને બાફેલા દાણા, હળદર, મીઠું અને લીંબુ નો રસ નાખી સરખું મિક્સ કરો. પછી થોડું પાણી નાખી, થોડી વાર ચડવા દો.
  5. 5 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. પીરસતી વખતે ઝીણી સુધારેલી લિલી ડુંગળી છાંટી ને ,રોટી, પરાઠા, પુરી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર