હોમ પેજ / રેસિપી / Boiled Undhiya Chat

Photo of Boiled Undhiya Chat by Purvi Modi at BetterButter
42
4
0.0(1)
0

Boiled Undhiya Chat

Jan-23-2019
Purvi Modi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • બાફવું
 • સ્નેક્સ
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • સાઈડ ડીશેસ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

 1. બટાકા ૪
 2. શક્કરિયાં ૩-૪
 3. પાપડીના દાણા ૧/૨ કપ
 4. તુવેર ના દાણા ૧/૪ કપ
 5. લીલા ચણા (પોપટાના દાણા) ૧/૪ કપ
 6. મીઠું સ્વાદ પ્રમાણે
 7. અજમો ૧ ટી સ્પૂન
 8. ચાટ મસાલો જરૂર મુજબ
 9. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
 10. તલનું તેલ જરૂર મુજબ
 11. નાયલોન સેવ જરૂર મુજબ
 12. સમારેલું લીલું લસણ ૨-૩ ટેબલસ્પૂન
 13. સમારેલી કોથમીર જરૂર મુજબ
 14. ચટણી માટે:-
 15. કોઠા નો માવો ૧/૪ કપ
 16. કોથમીર ૧/૨ કપ
 17. લસણની કળી ૫-૬
 18. ગોળ ૩-૪ ટેબલસ્પૂન
 19. મીઠું સ્વાદ પ્રમાણે
 20. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
 21. જીરું ૧ ટી સ્પૂન

સૂચનાઓ

 1. બટાકા અને શક્કરિયા ને કૂકરમાં વરાળથી બાફી લો. પાપડીના દાણા, તુવેર ના દાણા અને લીલા ચણા ને એક કોટન કપડાં માં મૂકી મીઠું અને અજમો ભભરાવો. મિક્સ કરી કપડાં થી ઢાંકી કૂકરમાં વરાળથી બાફી લો.
 2. બટાકા અને શક્કરિયા ની છાલ ઉતારી કટકા કરી લો.
 3. ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરી જરુર મુજબ પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.
 4. એક પ્લેટમાં કાપેલા બટાકા, શક્કરિયા, બાફેલા દાણા લો. સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને લાલ મરચું પાઉડર ભભરાવો. સમારેલું લીલું લસણ ઉમેરીને મિક્સ કરો.
 5. ચટણી ઉમેરીને મિક્સ કરો. ઉપરથી તલનું તેલ રેડો. નાયલોન સેવ અને સમારેલી કોથમીર ભભરાવી ચાટનો આનંદ માણો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Alpa Patel
Feb-17-2019
Alpa Patel   Feb-17-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર