હોમ પેજ / રેસિપી / લીલા ચણા અને તુવેર ની દાળ

Photo of Daal by prajapati priyanka at BetterButter
680
7
0.0(0)
0

લીલા ચણા અને તુવેર ની દાળ

Jan-23-2019
prajapati priyanka
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા ચણા અને તુવેર ની દાળ રેસીપી વિશે

પૌષ્ટિક અને શિયાળા માં મજા આવે એવા દાળ ને રોટલા

રેસીપી ટૈગ

  • વેજ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. લીલા ચણા 250 ગ્રામ
  2. લીલી તુવેર 250 ગ્રામ
  3. લીલુ લસણ 2-3 કળી
  4. લીલી ડુંગરી 2 કળી
  5. ટામેટું 1 નંગ
  6. આદુ લસણ મરચા ની પેસ્ટ 1 ટી સ્પૂન
  7. લીમડા ના પાન
  8. હળદર 1 ટી સ્પૂન
  9. ધાણાજીરું 2 ટી સ્પૂન
  10. મરચુ 2-3 ટી સ્પૂન
  11. મીઠું
  12. જીરું વઘાર માટે
  13. ગરમ મસાલો 1 ટી સ્પૂન
  14. કોથમીર

સૂચનાઓ

  1. લીલા ચણા અને લીલી તુવેર ને કૂકર માં મીઠું અને પાણી ઉમેરી બાફવા દેવી 2-3 સિટી વાગે એટલે બંધ કરી દેવો ગેસ
  2. બફાઈ જાય પછી એને ક્રશ કરી લેવી
  3. કડાઈ માં તેલ ગરમ થાય એટલે જીરું નાખવું પછી એમાં લીમડા ના પાન હિંગ નાખી પછી આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળવું
  4. લીલું લસણ ને લીલી ડુંગરી નાખવી એ સાંતળી ટામેટું નાખવું
  5. ટામેટું નરમ થઈ જાય એટલે બધો મસાલો નાખી દેવો પછી એમાં ચણા ને તુવેર નાખવી
  6. બધું ચડી જાય પછી ઉપર થી કોથમીર નાખો
  7. બાજરી ના રોટલા સાથે દાળ ની મજા માણો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર